તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિબંધિત ધૂળેટી:રાજકોટમાં કોરોનાને પોલીસ દ્વારા ધુળેટી પર્વ પર જાહેરનામા ભંગ બદલ 2 સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી

રાજકોટએક મહિનો પહેલા
  • ધુળેટીના તહેવારને લઇ પોલીસે સુરક્ષા સ્કીમ બનાવી

રાજકોટમાં રોનાની મહામારીના પગલે ધૂળેટી પર્વની ઉજવણી નહિ કરવાના સરકારના આદેશ મુજબ જાહેરમાં કલરનો ઉપયોગ કરી ધુળેટીના પર્વની ઉજવણી કરતા 2 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી આવી છે. જેમાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા નિર્મલા રોડ પરથી રવિ શેઠ અને પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા જાગનાથ પ્લોટ શેરી નંબર 1 માંથી કિશન રાજપરાની જાહેરનામા ભંગ બદલ જી.પી.એક્ટ કલમ 135 મુજબ બન્નેની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે.

જાહેરનામાની અમલવારી માટે પોલીસ જવાનો તૈનાત
રાજકોટ શહેરમાં એક તરફ કોરોનાના વધી રહેલા સંક્રમણને અટકાવવા માટે ધુળેટી પર્વની ઉજવણી પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. જેને પગલે રાજકોટના મુખ્ય માર્ગો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરંતુ શહેરી ગલીઓમાં કિશોર-કિશોરીઓએ ધુળેટીની રંગો સાથે ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે ધૂળેટી પર્વને ધ્યાને રાખીને પોલીસ કમિશનરે જાહેરનામુ પણ બહાર પાડ્યું હતું. જેની અમલવારી માટે પોલીસ જવાનો તૈનાત છે.

ધુળેટીના તહેવારને લઇ પોલીસે સુરક્ષા સ્કીમ બનાવી
આજે ધુળેટીનું પર્વ હોવાથી સવારે 8 વાગ્યાથી જ રસ્તાઓ પર 600 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે. તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપવામાં આવેલ છે અને બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલ છે.ધુળેટીના તહેવારને લઇ પોલીસે સુરક્ષા સ્કીમ બનાવી છે. જેમાં બંદોબસ્ત માટે 350 પોલીસ અધીકારી-કર્મચારીઓ, SRPની બે કંપની અને 100 થી વધુ હોમગાર્ડ જવાનો ફાળવાયા છે. ઉપરાંત 15 પેટ્રોલિંગ રૂટ નકકી કરાયા છે અને 30 ફીકસ પોઇન્ટ પર પોલીસ જવાનો ખડેપગે ફરજ પર કાર્યરત છે.

રાજકોટમાં રંગે રમવા લોકો ઘેલા બન્યા
રાજકોટમાં રંગે રમવા લોકો ઘેલા બન્યા

રહેણાંક વિસ્તારોમાં સતત પેટ્રોલિંગની જરૂર પડશે
કોરોના મહામારીના આ એક વર્ષમાં અનેક તહેવારો પ્રતિબંધો સાથે ઉજવાયા ત્યારે ઉત્સાહ અને ઉલ્લાસના રંગ પર્વ એટલે કે ધુળેટીને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. પરંતુ રાજકોટમાં રંગે રમવા લોકો ઘેલા બન્યા છે. મોટાપાયે થતા સામુહીક રંગોત્સવના એક પણ કાર્યક્રમને આ વર્ષે મંજૂરી આપવામાં આવી નથી જેની સામે શેરી-ગલીઓમાં આસપાસના લોકો એકઠા ન થાય તે માટે રહેણાંક વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવાની આજે ખુબ જરુર પડશે.

15 પેટ્રોલિંગ રૂટ નકકી કરાયા છે
15 પેટ્રોલિંગ રૂટ નકકી કરાયા છે
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો