દોઢ માસ બાદ કોરોનાના 3 કેસ:રસીના બંને ડોઝ લઈને હરિદ્વાર ગયેલા વૃદ્ધ દંપતી કોરોના પોઝિટિવ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ શહેરમાં છેલ્લા દોઢ મહિનાથી કોરોનાના કેસ સાવ શૂન્ય હતા અને એકલ દોકલ જ કેસ આવી રહ્યા હતા તેવામાં મંગળવારે એકસાથે 3 નવા કેસ સામે આવ્યા છે જેમાં એક તરુણ અને એક વૃદ્ધ દંપતી છે.

રાજકોટ શહેરમાં રહેતા 68 વર્ષની વય ધરાવતા વૃદ્ધ દંપતીએ રસીના બંને ડોઝ લીધા હતા અને ત્યારબાદ તેઓ જાત્રા કરવા માટે હરિદ્વાર ગયા હતા. હરિદ્વાર ઉપરાંત તેઓએ દિલ્હી અને મહારાષ્ટ્રની પણ મુલાકાત લીધી હતી ત્યારબાદ રાજકોટ આવ્યા હતા. જ્યાં કોરોનાને લગતા લક્ષણો દેખાતા ટેસ્ટ કરાયા હતા અને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંનેની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ બે કેસ ઉપરાંત શહેરના કાલાવડ રોડ પર આવેલી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 15 વર્ષના તરુણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે તે કઈ શાળામાં અભ્યાસ કરે છે તે વિગતો જાહેર કરવામાં આવી નથી. જન્માષ્ટમીના 20 દિવસ બાદ અચાનક આવેલા 3 કેસ તેમજ વેક્સિનેશન બાદ પોઝિટિવ આવતા તંત્ર ફરી દોડતું થયું છે અને પહેલાની જ જેમ સર્વેલન્સ હાથ ધરવા વિચારણા શરૂ થઈ છે.

વેક્સિનનો જથ્થો આવતા રસીકરણ ચાલુ
રાજકોટમાં ત્રણ દિવસથી વેક્સિનનો જથ્થો પૂરો પાડવામાં ન આવતા સોમવારે માત્ર 2200 ડોઝ જ આપી શકાયા હતા જ્યારે મંગળવારે સાવ વેક્સિનેશન બંધ રહ્યું હતું. મંગળવારે સાંજે રાજકોટને 10,000 ડોઝ ફાળવવામાં આવતા બુધવારે રસીકરણ ચાલુ રખાયું છે.

અન્ય સમાચારો પણ છે...