કોરોના:કોડીનાર વતનમાં જઈ આવેલો 13 વર્ષનો તરુણ કોરોના પોઝિટિવ

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 19 થઈ
  • ગવરીદળ રહેતી 19 વર્ષની યુવતી પણ પોઝિટિવ

રાજકોટમાં કોરોનાના 3 કેસ નોંધાયા છે જેમાંથી એક ગ્રામ્ય વિસ્તાર જ્યારે બે શહેરી વિસ્તારના છે. શહેરમાં દિવાળી પછી સતત કેસ આવી રહ્યા છે જ્યારે જિલ્લામાં દિવાળી બાદનો પ્રથમ કેસ છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો પરિવાર પોતાના વતન એવા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ગયો હતો. જ્યાંથી પરત આવ્યા બાદ પરિવારના 13 વર્ષના તરૂણની તબિયત બગડી હતી અને સારવાર દરમિયાન રિપોર્ટ કરાવાતા કોરોના પોઝિટિવ આવ્યો છે.

આ પરિવાર અલગ અલગ સ્નેહીજનને મળ્યો હોવાથી કોન્ટેક ટ્રેસિંગમાં લો રીસ્ક 86 કોન્ટેક્ટ મળ્યા છે જ્યારે હાઈ રીસ્ક કોન્ટેક્ટ 2 કે જે તેમના પરિવારના છે. તરુણની ઉંમર નાની હોવાથી રસી લીધી નથી જ્યારે તેના પરિવારજનોએ રસી લીધી છે. શહેરમાં બીજા કેસ લોધાવાડ ચોકમાંથી આવ્યો છે. 53 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવતા હાલ હોમ આઈસોલેટ કરાયા છે. તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી. કોન્ટેક ટ્રેસિંગમાં 11 લોકો છે જેમાંથી 3 હાઈ રીસ્ક છે જેમાં એક પ્રૌઢ અને એક વયોવૃધ્ધ વ્યક્તિ છે.

આ સાથે રાજકોટ શહેરમા એક્ટિવ કેસની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે. રાજકોટ તાલુકાના ગૌરીદળ ગામે રહેતી 19 વર્ષિય યુવતીનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ યુવતીની પણ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી.રાજકોટ જિલ્લામા કોરોનાનો દિવાળી પછી આ પ્રથમ કે છે. છેલ્લે 3 નવેમ્બરે એટલે કે દિવાળીના એક જ દિવસ પહેલા કેસ નોંધાયો હતો જેને જોગાનુજોગ 17મીએ જ ડિસ્ચાર્જ જાહેર કરાયો હતો અને ત્યારે જ વધુ એક નવો કેસ સામે આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...