કોરોના અપડેટ:બે માસ પહેલા ઈન્ડોનેશિયાથી આવેલા એક કુટુંબના 3ને કોરોના

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજી વખત સેમ્પલ લીધા તો તેમાં રિપોર્ટ નેગેટિવ

રાજકોટ શહેરમાં ઘણા સમય બાદ એક સાથે 4 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાંથી 3 એક જ પરિવારના સભ્ય છે અને હાલ જામનગર છે. આ ઉપરાંત આ ચારેય વેસ્ટ ઝોન વિસ્તારના જ છે. આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર બે મહિના પહેલા ઈન્ડોનેશિયાથી રાજકોટ આવેલા પરિવાર પૈકી એક વૃદ્ધ દંપતી અને એક યુવાનને થોડા દિવસ પહેલા કોરોનાના લક્ષણો જણાતા ખાનગી લેબમાં રિપોર્ટ કરાવ્યા હતા જે પોઝિટિવ આવ્યા હતા. જોકે ફરી બીજા જ દિવસે સેમ્પલ અપાયા તેનું પરિણામ નેગેટિવ આવ્યું હતું.

આરોગ્ય શાખાએ બે શક્યતા દર્શાવી છે એક શક્યતા ફોલ્સ પોઝિટિવની હોઈ શકે અને બીજી શક્યતા એ છે કે જ્યારે બીજી વાર સેમ્પલ લેવાયા ત્યારે ચેપ હળવો થઈ ગયો હોય. જોકે બંને સ્થિતિમાં એક વખત પોઝિટિવ રિપોર્ટ આવતા તેને પોઝિટિવ જ ગણવા પડે. હાલ આ પરિવાર જામનગરમાં છે તેથી સ્થાનિક તંત્રને જાણ કરી દેવાઈ છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સર્જરી માટે 29 વર્ષના યુવાનને દાખલ કરાયા હતા અને સર્જરી પહેલા કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. આ તમામ દર્દીની હાલત સ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...