• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Controversy Will Arise Or Grow, Meeting Between Rupani And Patil In Kamalam, Patil Reprimanded Many On The Issue Of Factionalism, Who Will Be Present Tomorrow And Who Will Be Absent.

કાલે પાટીલ રાજકોટમાં:વિવાદ ઠરશે કે વધશે? જૂથવાદ મુદ્દે અનેકને પાટીલે ઠપકા આપ્યા, કાલે કોણ હાજર અને કોણ ગેરહાજર રહેશે એના પર પાટીલની નજર

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટીલનો કાર્યક્રમ નિશ્ચિત થતાં ઘણા સિનિયર નેતાઓને બહારગામની ટિકિટ કેન્સલ કરાવવી પડે એવી સ્થિતિ
  • હેમુ ગઢવી હોલના કાર્યક્રમમાં વોર્ડના પ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટરો, પક્ષના વિવિધ સેલના અધ્યક્ષો તથા સાંસદ, ધારાસભ્યો સહિત 300 હાજર રહેશે

રાજકોટ શહેર ભાજપમાં છેલ્લા એક પખવાડિયાથી શરૂ થયેલા વિવાદમાં હવે વિરોધી જૂથના નેતાઓ એકબીજા સાથેની આંખની ટક્કર ટાળવા પણ પ્રયત્ન કરી રહ્યા છે અને એને કારણે ભાજપ અને સરકારી કાર્યક્રમોમાં મોટા નેતાઓની ગેરહાજરી સામાન્ય બની ગઈ છે, જેમાં તેઓ પોતે અન્ય પ્રવાસમાં વ્યસ્ત હોવાનું જણાવે છે, પરંતુ હવે સી.આર. પાટીલ તા.20ના રોજ રાજકોટમાં ભાજપના અપેક્ષિત અગ્રણીઓને મળવાના હોવાથી અગાઉ તા.20ના રોજ પોતે રાજકોટ બહાર છે એવું જણાવનાર અનેક અગ્રણીઓને હવે હેમુ ગઢવી હોલના કાર્યક્રમમાં હાજરી આપવી પડે એવી સ્થિતિ છે.

સી.આર. પાટીલ તા.20ના રોજ સવારે 10 વાગ્યે રાજકોટ આવી પહોંચશે - ફાઈલ તસવીર
સી.આર. પાટીલ તા.20ના રોજ સવારે 10 વાગ્યે રાજકોટ આવી પહોંચશે - ફાઈલ તસવીર

વજુભાઇની ગેરહાજરી અંગે પણ ચર્ચા
પક્ષનાં ટોચનાં સૂત્રોના જણાવ્યા મુજબ, તા.15ના સ્નેહમિલનમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને રાજકોટ ભાજપના મેન્ટર જેવા વજુભાઈ વાળા પોતાના અન્ય બહારગામના પ્રવાસને કારણે હાજર રહ્યા નહોતા અને તેમની ગેરહાજરી અંગે પણ ચર્ચા છેડાઈ હતી. જ્યારે ગઈકાલે આત્મનિર્ભર ગ્રામયાત્રામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અતિથિ વિશેષ તરીકે સામેલ થવાના હતા એવું સરકારી તંત્રના નિમંત્રણમાં દર્શાવાયું છે, પરંતુ રૂપાણી આજે હાજર નથી અને તેઓ રાજકોટમાં જ નથી, તેઓ તા.20 સુધી રાજકોટ બહાર છે અને ત્યાર બાદ પરત આવશે એવું સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ તા.20ના બ્રહ્મસમાજના કાર્યક્રમમાં શહેર ભાજપના અગ્રણી અને એના પણ નેતા નીતિન ભારદ્વાજ પણ હાજર રહેવાના નથી, પોતે પણ એ દિવસે બહારગામ હોવાનું જણાવ્યું હતું.

સ્નેહમિલનમાં ભાજપના મેન્ટર જેવા વજુભાઈ વાળાની ગેરહાજરી અંગે પણ ચર્ચા છેડાઈ હતી
સ્નેહમિલનમાં ભાજપના મેન્ટર જેવા વજુભાઈ વાળાની ગેરહાજરી અંગે પણ ચર્ચા છેડાઈ હતી

નીતિન ભારદ્વાજ જેવા બ્રહ્મ અગ્રણીઓની ગેરહાજરી
સૂત્રોના જણાવ્યા મુજબ, બ્રહ્મસમાજના કાર્યક્રમમાં પણ નિમંત્રણ તથા મહેમાનોની હાજરી અંગે વિવાદ સર્જાયો હતો. જોકે બ્રહ્મસમાજના અગ્રણીઓએ તેનું ખંડન કર્યું છે અને કહ્યું હતું કે તેમનો મંચ બિનરાજકીય છે, પરંતુ માનવામાં આવે છે. આયોજકોએ સંભાળપૂર્વક મંચ પર બેસનાર અને આમંત્રિતોની યાદી બનાવી છે તેમ જ નીતિન ભારદ્વાજ જેવા બ્રહ્મ અગ્રણીઓની ગેરહાજરીએ પણ ચર્ચા જગાવી હતી.

નીતિન ભારદ્વાજ જેવા બ્રહ્મ અગ્રણીઓની ગેરહાજરીએ ચર્ચા જગાવી - ફાઈલ તસવીર
નીતિન ભારદ્વાજ જેવા બ્રહ્મ અગ્રણીઓની ગેરહાજરીએ ચર્ચા જગાવી - ફાઈલ તસવીર

સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે મુલાકાત
સી.આર. પાટીલ તા.20ના રોજ સવારે 10 વાગ્યે રાજકોટ આવી પહોંચશે અને તેઓ સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે મુલાકાત યોજવાના છે અને બાદમાં બપોરે હોટલ ઈમ્પીરિયલ ખાતે રાજકોટ અને આસપાસના ઉદ્યોગ તથા વેપાર ક્ષેત્રના અગ્રણીઓને મળશે અને તેમની સાથે ચર્ચા-વિચારણા કરશે અને ભોજન પણ લેશે.

સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે મુલાકાત યોજવાના છે - ફાઈલ તસવીર
સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે મુલાકાત યોજવાના છે - ફાઈલ તસવીર

કાલે 300 લોકો હાજર રહેશે
બાદમાં તેઓ રાજકોટ શહેર ભાજપમાં અગ્રણીઓ, જેમાં મેયર, કોર્પોરેટર તથા શહેર ભાજપના પદાધિકારીઓનો સમાવેશ થાય છે તે તમામ હાજરી આપશે અને બાદમાં ચાર વાગ્યે પાટીલ બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં હાજરી આપવા માટે જવાના છે, ત્યાંથી તેઓ જામનગર ખાતેના કાર્યક્રમમાં જવા રવાના થશે. હેમુ ગઢવી હોલના કાર્યક્રમમાં વોર્ડના પ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટરો, પક્ષના વિવિધ સેલના અધ્યક્ષો તથા સાંસદ, ધારાસભ્યો સહિત 300 હાજર રહેશે

રાજકોટ આવી રહેલા ભાજપ પ્રદેશ પ્રમુખનો કાર્યક્રમ

રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદ પોતાની ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂથવાદને ડામવા માટે ખુદ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ આવતીકાલે રાજકોટ તેમજ જામનગરની મુલાકાતે આવશે. આવતીકાલે શનિવારના રોજ સવારના દસ વાગ્યે એરપોર્ટ ખાતે શહેર ભાજપ તેમજ જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ રાજકોટ શહેર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવશે. પત્રકાર પરિષદ પૂર્ણ થયા પછી હોટલ ઇમ્પીરિયલ પેલેસ ખાતે ઉદ્યોગકારો સાથે એક બેઠક યોજવામાં આવશે.

હેમુ ગઢવી હોલ ખાતે શહેર ભાજપના આગેવાનો સાથે બેઠક
બપોર પછી ત્રણ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટ શહેર ભાજપના આગેવાનો તેમજ હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં તમામ ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ શહેર ભાજપના કોર્પોરેટર અને અન્ય હોદેદારોને હાજર રહેવા જણાવવામાં આવ્યું છે તેમજ સાંજે ચાર વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં પણ સી.આર.પાટીલ હાજર રહેશે. ત્યાર બાદ કાર્યક્રમ પૂર્ણ થયે જામનગર જવા રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...