વિવાદ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુનિયર એન્જિનિયરને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેવાતા વિવાદ, સિન્ડીકેટ નિદત બારોટે સવાલ ઉઠાવ્યા

રાજકોટ2 મહિનો પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર.
  • બાંધકામ વિભાગમાં આશિષ ઉપાધ્યાયની નિમણૂક ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ કરાઇ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા આશિષ ઉપાધ્યાયને બાંધકામ સમિતિના નિષ્ણાંત બનાવી દેવામાં આવતા વિવાદ થયો છે. આશિષ ઉપાધ્યાય મેજરમેન્ટ બૂકની ચકાસણી કરશે અને પોતે જ મંજૂરી આપશે. જોકે, આ સમગ્ર પ્રક્રિયા અંગે યુનિવર્સિટીના સિન્ડીકેટ નિદત બારોટે સવાલ ઉઠાવ્યા છે.

આશિષ ઉપાધ્યાયે ભૂતકાળમાં આઠ વર્ષ સુધી પોતાની સેવાઓ આપી: ઉપકુલપતિ
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપકુલપતિ વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાંધકામ વિભાગમાં આશિષ ઉપાધ્યાયની નિમણૂક કરી છે. તેમની નિમણૂક ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ કરવામાં આવી છે. આ એન્જિનિયર આશિષ ઉપાધ્યાયે ભૂતકાળમાં આઠ વર્ષ સુધી પોતાની સેવાઓ આપી છે. એટલે એક્સપર્ટ તરીકે તેમની નિમૂણક છે.

લીગલ વિભાગનો અભિપ્રાય લેવાશે
વધુમાં જણાવ્યું હતું કે, હવે આશિષ ઉપાધ્યાયની બાંધકામ વિભાગમાં નિષ્ણાત તરીકે રાખી શકાય કે નહીં તેનો નિર્ણય લીગર વિભાગ તરફથી અભિપ્રાય લેવાશે. લીગલ અભિપ્રાય લઈ તેમની બંને જગ્યાએ સેવાઓ નહીં લઇ શકાય તેમ હોય તો એક જ જગ્યાએથી સેવા લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...