વિવાદ:ભૂમિ ત્રિવેદી-રાહુલ વૈદ્યના 'ગરબે કી રાત’ આલ્બમમાં અશોભનીય દૃશ્યો સામે રોષ, યુવાનો અને સમાજ પર ખોટી અસર પડે છે: કિર્તીદાન ગઢવી

રાજકોટ7 મહિનો પહેલા
  • ઠેંસ પહોંચાડવાનો ઇરાદો નહોતો: સિંગર રાહુલ વૈદ્ય
  • કલાકારોએ કહ્યું, ચેનલ પરથી દેવી-દેવતાઓનું અપમાન કરતું ગીત તાત્કાલિક હટાવવામાં આવે

માતાજીની આરાધનાનું પર્વ પૂર્ણ થાય એ પહેલા જ એક ગીતમાં હિન્દુ ધર્મની લાગણી દુભાવતાં દૃશ્યો જોવા મળતાં વિવાદનો સૂર ઊઠ્યો છે. ગાયક રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદીના આલ્બમ ‘ગરબે કી રાત’માં માતાજીના ગરબાના ગીત સાથે અશોભનીય દૃશ્યો બતાવાતાં ભાવિકોમાં રોષ ભભૂક્યો છે. ગીતના વિરોધમાં કલાકારો પણ મેદાનમાં આવ્યા છે. રાજકોટમાં સાયબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરાઈ છે. આ ઉપરાંત માઁ મોગલ અને માઁ મેલડીના આ ગીતમાં ગરબા સાથે અશ્લીલ ડાન્સ-દૃશ્યો આવતાં સોશિયલ મીડિયા પર ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે. આ મુદ્દે લોક ગાયક કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આવી ગંદી હરકતવાળા ગીતને તાત્કાલિક હટાવો

યુવાનો અને સમાજ પર ખોટી અસર પડે છે ​​​​​: કિર્તીદાન ગઢવી
વધુમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે,હાલમાં માતાજીના ગરબા ચાલી રહ્યા છે. આ ગીતમાં મેલડી માતા અને મોગલ માતાના નામે જે ગીત રજૂ કરવામાં આવ્યું છે તે ઘણું જ અશ્લીલ છે અને તેનું ચિત્રણ પણ અશ્લિલ છે. તેનાથી યુવાનો અને સમાજ પર ખોટી અસર પડે છે. ગરબામાં જે ડાન્સ અને કપડા પહેરવામાં આવ્યા છે તે ઘણું જ અશ્લીલ છે અને આવા દ્રશ્યોને તાત્કાલીક હટાવી દેવા જોઈએ તેવી અમારા ગઢવી, ચારણ અને ક્ષત્રિય સમાજની માંગ છે.

માતાજીના નામે આવી અશ્લીલતા નહીં ચલાવી લેવાય: રાજભા ગઢવી
માતાજીના નામે આવી અશ્લીલતા નહીં ચલાવી લેવાય: રાજભા ગઢવી

વિવાદ શું છે ?
ગરબે કી રાત ગીતમાં ડાન્સની અશ્લીલતાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગીતમાં "રમવા આવો માંડી રમવા આવો, આજ માત મેલડી રમવા આવો. રમવા આવો માંડી રમવા આવો, આજ માત મોગલ માડી રમવા આવો" તેવા શબ્દનો ઉપયોગ કરાયો છે પણ ગીતની કોરિયોગ્રાફીમાં મોટી ક્ષતિ છે. લિરિક્સ જ્યારે વાગે છે ત્યારે નિયા શર્મા અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી રહી છે, જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે.

ઠેંસ પહોંચાડવાનો ઇરાદો નહોતો: રાહુલ વૈદ્ય
ઠેંસ પહોંચાડવાનો ઇરાદો નહોતો: રાહુલ વૈદ્ય

માતાજીના નામે આવી અશ્લીલતા નહીં ચલાવી લેવાય: રાજભા ગઢવી
લોક સાહિત્યકાર રાજભા ગઢવીને આ ગીત તેમના ચાહક વર્ગ દ્વારા મોકલવામાં આવ્યું હતું અને ગીતમાં વર્ણવાયેલા શબ્દો અને ડાન્સને લઈને મોટો વિરોધના શૂર રેલાવવામાં આવ્યા. રાજભા ગઢવીએ ચીમકી ઉચ્ચારતાં કહ્યું છે કે માતાજીના નામે આવી અશ્લીલતા નહીં ચલાવી લેવાય, તેમને રાહુલ વૈદ્યને ખુલ્લો આપતાં કહ્યું છે કે આ ગીતને તાત્કાલિક ધોરણે સોશિયલ સાઈટ પરથી ઉતારી દેવામાં આવે. હિન્દી શબ્દનો પ્રયોગ કરી વિરોધ કર્યો કે યે ગીત ઉતર જાના ચાહિયે, વરના અચ્છા નહીં હોગા. હમ જો કહેતે હૈ વો કરતે ભી હૈ. આમ, આ ગીતને લઈને અન્ય કલાકારો પણ રોષ ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો ગીતની ઝાટકણી કાઢી માફી માગવાની વાત કરી રહ્યા છે.

ઠેંસ પહોંચાડવાનો ઇરાદો નહોતો: રાહુલ વૈદ્ય
જેને લઈ બૉલિવૂડ સિંગર રાહુલ વૈદ્યએ માફી માગતા કહ્યું હુતં કે મોગલ માતાના નામને લઇને અજાણતા ઠેંસ પહોંચી છે, કોઇની ભાવના કે કોઇને ઠેસ પહોંચાડવાનો ઇરાદો નહોતો, આ ભૂલ અજાણતા થઇ છે, જેને લઈને હું જેની લાગણી દુભાઈ હોય તેની માફી માગું છું. માતાજીની ભક્તિને ધ્યાનમાં લઇ મેં ગીત બનાવ્યું હતું, મોગલ માતાનો ઉલ્લેખ છે તે શબ્દને હું હટાવી દઇશ, શિન - રવિની રજાને લઇને ટીમ રજા પર છે, મેં ફેરફાર કરવાનું સૂચન કરી દીધું છે. મને 3 દિવસનો સમય આપશો, ત્યાં સુધી સંયમ રાખશો.

ગાયક રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદીના આલ્બમનું એક દૃશ્ય.
ગાયક રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદીના આલ્બમનું એક દૃશ્ય.

વીડિયો બનાવનાર સામે કડક કાર્યવાહી કરવા માગ
જોકે મોગલધામ લુવારિયાના વહીવટકર્તા અને મૂળ લાઠી તથા હાલ રાજકોટના કાલાવડ રોડ પર રહેતા એડવોકેટ કુલદીપ આર. દવેએ સાયબર ક્રાઈમમાં અરજી કરતાં કહ્યું છે કે હિન્દૂઓની ધાર્મિક લાગણી દુભાવનાર એ પ્રકારના વીડિયો બનાવનારી વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે રાહુલ વૈદ્યના વીડિયોમાં દેવી-દેવતાઓનું અપમાન કરતું કન્ટેન્ટ છે. માતાજીના ગીતમાં બીભત્સ ચેનચાળા અને અંગ પ્રદર્શનનાં દૃશ્યો મૂક્યા છે. તેમણે સાયબર ક્રાઈમના અધિકારી સમક્ષ વીડિયો બનાવનાર સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...