આંતરિક મતભેદ:રાજકોટ જિલ્લા પંચાયતની બેઠકમાં ફરી મહિલા સભ્યોના પતિ બેસી જતા વિવાદ!

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંધબારણે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં અસંતોષની આગના લબકારા

રાજકોટ જિલ્લા પંચાયતની બંધબારણે (મીડિયાને દૂર રાખી) યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં આ વખતે ફરી મહિલા સદસ્યા-સભ્યોના પતિદેવો બેસી જતા પ્રમુખે ચાલુ બેઠકે પતિદેવોને બેઠકમાંથી બહાર નીકળી જવાનું કહેતા એક તબક્કે હોલમાં પિન ડ્રોપ સાઇલેન્સ જેવો માહોલ છવાઇ ગયો હતો. એક તબક્કે એવું પણ કહેવાયું હતું કે, ‘પ્રદેશ પ્રમુખ પાટીલજીને મળી આવો, પછી બેઠકમાં પતિદેવોને બેસવા દેશું!’

જિ.પં.માં મહિલા સભ્યો કચેરીએ આવતા ન હોવાની ફરિયાદો વચ્ચે તેઓના પતિઓ જ ‘વહીવટ’ સંભાળતા હોવાની છાપ વચ્ચે અગાઉ યોજાયેલી બેઠકમાં મહિલા હોદ્દેદારોની જગ્યાએ તેઓના પતિદેવો બેઠકમાં બેસતા ભારે વિવાદ થયો હતો.

રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખે નારાજગી વ્યક્ત કરી હતી. હવે પછી મહિલા સભ્યોએ હાજર રહેવાનો હુકમ કર્યો હતો છતાં આ વખતેની સંકલન બેઠકમાં મહિલા હોદ્દેદારોના પતિદેવો જનકભાઇ ડોબરિયા, જયંતીભાઇ પાનસુરિયા, સુભાષભાઇ બાંભરોલિયા, રાજેશભાઇ ચાવડા, નાથાભાઇ વાસાણી અને મુકેશભાઇ તોગડિયા સહિતનાઓ બેસી જતા, પ્રમુખે બેઠકની શરૂઆતમાં જ તેઓને નીકળી જવાનું કહેતા પતિદેવોને બહાર નીકળી જવું પડ્યું હતું!

શાસકો વચ્ચે આંતરિક મતભેદોને પગલે ખોરવાતી વિકાસની કામગીરી
જિલ્લા પંચાયતના શાસકો વચ્ચે આંતરિક મતભેદોના વિવાદો કેડો છોડતા ન હોય તેવા માહોલ વચ્ચે એક તબક્કે ગ્રામ્ય સ્તરે વિકાસલક્ષી કામગીરી ખોરવાઇ રહી હોવાનો ગ્રામ્યસ્તરે અહેસાસ થઇ રહ્યો હોવાનો સૂર વ્યક્ત થઇ રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ જાહેરમાં એવું કહ્યું હતું કે, જિલ્લાના 594 પૈકી અનેક ગામડાંઓ એવા છે કે, જ્યાં હજુ સરકારની પાયાની યોજનાઓ પણ નથી પહોંચી રહી.!

અન્ય સમાચારો પણ છે...