તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સણસણતો જવાબ:કરણીસેનાના વિવાદ વચ્ચે રિવાબાએ કહ્યું- તલવાર અને બંદૂકને બદલે પુરુષો જમીને થાળી ઉપાડશે તો પુરુષત્વ ઘટી નહિ જાય

રાજકોટ2 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
કરણીસેનાએ વિવાદ છેડતાં રિવાબા સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી.
  • કરણીસેનાએ પ્રસિદ્ધિ માટે રિવાબા આવું કરે છે, એવું નિવેદન આપતાં વિવાદ ઊભો થયો
  • રિવાબાએ કરણીસેનાને જવાબ આપતાં કહ્યું, મારા પતિને આખી દુનિયા ઓળખે છે; મારે પ્રસિદ્ધિની જરૂર નથી

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાએ જામનગર જિલ્લાના મોટી લાખેણી ગામમાં રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી આપવા માટે મહિલાઓ સાથે પરિસંવાદ યોજ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે હું રોટલી બનાવતી હોઉં ત્યારે મારા પતિ રવીન્દ્ર ચા બનાવે છે. સ્ત્રી-પુરૂષમાં ભેદભાવ રહેવો ન જોઇએ. પુરુષો સાવરણી પકડે તો એમાં દરબારીપણું જતું ન રહે. આ નિવેદનથી કરણીસેનાએ વિવાદ સર્જ્યો છે, જેના જવાબમાં રિવાબાએ દિવ્ય ભાસ્કરની વાતચીતમાં જણાવ્યું હતું કે તલવાર અને બંદૂકના બદલે પુરુષો જમીને પોતાની થાળી ઉપાડશે તો પુરુષત્વ ઘટી નહિ જાય.

મારે પ્રસિદ્ધિની શું જરૂર છે- રિવાબા
રિવાબાએ વધુમાં જણાવ્યું હતું કે રવીન્દ્ર ચા બનાવે છે અને અમે બંને અડધું અડધું કામ કરી સમાજમાં એક સારો દાખલો બેસાડવા માગીએ છીએ. પુરુષોને સાવરણી આપીએ એ સરખું જ કહેવાય. આ નિવેદનને લઇને કરણીસેનાએ નિવેદન આપ્યું છે કે આ બધું રિવાબાએ પ્રસિદ્ધિ માટે કર્યું છે, પરંતુ હું જેની સાથે જોડાઈ છું તે મારા પતિને આખી દુનિયા ઓળખે છે, એટલે મારી વાત કરીને ફેમસ થવું એ મારે જરૂર નથી. કોઇ સમાજ કે જ્ઞાતિ સાથે મુદ્દો ન જોડવો જોઇએ. મેં આ પ્રસિદ્ધિ માટે બિલકુલ કર્યું નથી. મારા પતિ ચા સારી બનાવે છે, તેના ટેસ્ટ મુજબ ચા બનાવતાં તેણે મને શીખવ્યું છે. આજે હું તેના ટેસ્ટ મુજબ જ ચા બનાવું છું.

રિવાબા સાથે દિવ્ય ભાસ્કરની ખાસ વાત.
રિવાબા સાથે દિવ્ય ભાસ્કરની ખાસ વાત.

મારા દાદા પણ દાદીને મદદ કરતા હતા
પોતાના પરિવાર વિશે વાત કરતાં રિવાબાએ જણાવ્યું હતું કે મારા દાદા પણ મારી દાદીને મદદ કરતા હતા. દરેક ઘરમાં પુરુષ મદદ કરતા જ હોય છે. સમાજે આ વાત સ્વીકારવાની છે. મોટા ભાગના લોકો આ વાત સ્વીકારે છે. બે-ચાર લોકો બાદ કરતાં જે લોકો સાચું સમજી શક્યા નથી તે લોકો વિવાદ કરે છે.

આ પણ વાંચોઃ રિવાબાએ કહ્યું - હું રોટલી કરતી હોઉં તો ચા રવીન્દ્રસિંહ મૂકે છે, દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી'

એક કલાકના વીડિયોમાંથી કોઈએ 30 સેકેન્ડનો વીડિયો વાઇરલ કર્યો
રિવાબાએ વધુમાં જણાવ્યું હતું કે હું આખું જે કહેવા માગતી હતી એ એક કલાકનો વીડિયો છે. માત્ર 30 સેકન્ડ વીડિયો કોઈએ કટઆઉટ કરીને વાઇરલ કર્યો છે. મેં સ્ત્રીને ઉપયોગી વાત સમજાવી છે. બાળકે નાનપણથી સ્ત્રી સાથે કંઈ રીતે રહેવું એના પ્રયાસો હતા. કોઈ લાગણી દુભાવવાનો કે તકલીફ આપવાનો ઈરાદો નથી. મારી વાત સાથે અનેક લોકો સંમત છે. કોઈ સમાજ પ્રત્યે બાંય ચડાવવાની વાત નથી. આમાં તલવાર અને બંદૂકની વાત કેમ આવે છે. પુરુષે જમીને થાળી પણ ઉપાડવી જોઈએ.

જામનગર જિલ્લાના મોટી લાખેણી ગામમાં રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી આપવા માટે મહિલાઓ સાથે પરિસંવાદ યોજ્યો હતો.
જામનગર જિલ્લાના મોટી લાખેણી ગામમાં રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી આપવા માટે મહિલાઓ સાથે પરિસંવાદ યોજ્યો હતો.

મારી સારી વાતને બિરદાવવાને બદલે વિવાદ ઊભો કર્યો
રિવાબાના એક નિવેદનને લઇને વિવાદ સર્જાયો છે. રિવાબાએ વધુમાં જણાવ્યું હતું કે સ્ત્રી બાળક અને બાળકી બંનેને ઉછેરે છે અને મોટા કરે છે. બંને વચ્ચે કોઈ ભેદ ન હોવો જોઈએ એ વાત તમામ લોકો સુધી પહોંચાડવાનો મારો હેતુ છે. સ્ત્રી માતા છે, પત્ની છે, પુત્રી છે. ત્યારે બાળક પછી પુરુષના રૂપમાં હોય કે સ્ત્રીના રૂપમાં, બંનેનો ઉછેર સમાન દરજ્જે થાય એ વાત સમાજને જણાવી છે. ગામડાંમાં જઇ પરિસ્થિતિ વિશે જાણવા મળ્યું કે પુરુષો દારુ પી મહિલાઓ ઉપર હાથ ઉપાડે છે. સમાજમાં ખોટા પ્રશ્નો ઊભા કરે છે. મારી સારી વાતને બિરદાવવા બદલ લોકોએ વિવાદ ઊભો કર્યો છે.

મારા હસબન્ડ રવીન્દ્રસિંહ જાડેજા ઘરનું 50 ટકા કામ કરાવે છે - રિવાબા
વધુમાં રિવાબાએ જણાવ્યું હતું કે આપણા દીકરાઓ પાસેથી પણ ઘરકામ માટે મદદ લઈ શકાય છે. રાજપૂત સમાજમાં દીકરીઓને શિક્ષણ આપવા અંગે રિવાબા જાડેજાએ આ મોટી વાત કહી છે. તેમણે મંચ પરથી કહ્યું હતું કે મારા હસબન્ડ રવીન્દ્રસિંહ જાડેજા ઘરનું 50 ટકા કામ કરાવે છે.

રિવાબાના એક નિવેદનથી વિવાદ સર્જાયો.
રિવાબાના એક નિવેદનથી વિવાદ સર્જાયો.

દીકરીઓને શિક્ષણ આપવા સમાજને અપીલ કરી
વધુમાં રિવાબાએ જણાવ્યું હતું કે હું રોટલી કરતી હોઉં તો ચા રવીન્દ્રસિંહ મૂકે છે, એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી. માટે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામમાં થોડી મદદ દીકરાઓની પણ લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે રિવાબા જાડેજા રાજપૂત કરણીસેનાનાં ગુજરાત પ્રદેશ મહિલા વિંગનાં પ્રમુખ પણ છે. તેમના આ વાઈરલ વીડિયોમાં તેઓ દીકરીઓને શિક્ષણ આપવા માટે રાજપૂત સમાજને અપીલ કરી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો