• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Controversy, Controversy, Masculinity: A Recommendation For A Son, Daughter, Wife, Niece And Relative To Get A Salary Of Rs 40,000 In The Family.

યુનિવર્સિટીનું ગોઠવણીકાંડ:વાદ, વિવાદ, મામકાવાદ: 40 હજારનો તગડો પગાર પરિવારમાં આવે તે માટે કોઈએ પુત્ર, પુત્રી, પત્ની, ભત્રીજી અને સગા માટે કરી’તી ભલામણ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલી રહેલા ભરતી વિવાદમાં અગાઉ સિન્ડિકેટ સભ્યોના ભલામણ કરતા સ્ક્રીનશોટ ફરતા થયા હતા અને ત્યારબાદ તેનાથી પણ મોટું કૌભાંડ અને શરમથી માથું ઝૂકી જાય તેવી ભલામણ સિન્ડિકેટ સભ્યે એવા વ્યક્તિની કરી હતી કે જે આજથી આઠ વર્ષ પહેલા ડમીકાંડમાં પકડાયો હતો અને જેની સામે પોલીસે ગુનો પણ નોંધ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ ગેરરીતિ જો કોઈએ આચરી હોય તો તે યુનિવર્સિટીના જ ટ્રસ્ટી ગણાતા સિન્ડિકેટ સભ્યો છે.

સર્વોચ્ચ સત્તામંડળ ગણાતા આ સિન્ડિકેટ સભ્યોએ વિદ્યાર્થીઓના હિતમાં નહીં પરંતુ પોતાના લાગતા વળગતાઓની ગોઠવણ કરવા ભલામણ કરી હતી. યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોને અપાતો 40 હજારનો તગડો પગાર પરિવારમાં જ આવે તે માટે કોઈએ પોતાના પુત્ર, પુત્રી, પત્ની, ભત્રીજી અને સગા-સંબંધીઓની ભલામણ સિન્ડિકેટ સભ્યો પાસે કરાવી હતી. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના હિતને બદલે માત્ર રાજકીય રોટલા શેકતા સિન્ડિકેટ સભ્યોના આ મામકાવાદને લીધે જ એક સમયની રાજ્યની એકમાત્ર ‘એ’ ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલ ‘બી’ ગ્રેડ બની છે.

ઉમેદવારનું નામકોના સંબંધી અને કોણે ભલામણ કરી
સોહિલ જેરિયાસિન્ડિકેટ સભ્ય મહેશભાઈ ચૌહાણની ભલામણ
ઉર્વી ત્રિવેદી (હોમસાયન્સ)

પૂર્વ ઉપકુલપતિ કલ્પક ત્રિવેદીની ભત્રીજી, સિન્ડિકેટ અનિરુધ્ધસિંહ પઢિયારની ભલામણ

ફાલ્ગુની કારિયા (કેમિસ્ટ્રી)

ઇલેક્ટ્રોનિક્સ ભવનના મહેશ જીવાણીના પત્ની, સિન્ડિકેટ ડૉ. ભરત રામાનુજની ભલામણ

યશવંત હિરાણી (જર્નલિઝમ)સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યની ભલામણ
શિવાની પરમાર (કોમર્સ)કોમર્સ ડિપાર્ટમેન્ટના વડા શૈલેષ પરમારની દીકરી
રચના વાઘેલા (સોશિયોલોજી)સોશિયોલોજીના પૂર્વ વડા હેમાક્ષીબેન રાવની દીકરી
પૂજાબેન તન્ના (ગુજરાતી)ગુજરાતી ભવનના વડા મનોજ જોષીની ભલામણ
મયંક મામતોરા (કેમિસ્ટ્રી)

પૂર્વ પરીક્ષા નિયામક જગદીશ મામતોરાના પુત્ર, સિન્ડિકેટ ગિરીશ ભીમાણીની ભલામણ

વૈભવી ત્રિવેદી (ગુજરાતી)સિન્ડિકેટ અને ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લની ભલામણ
નીતુ કનારા (ગુજરાતી)વોર્ડ નં.10ના ભાજપના સંગઠનના મંત્રી

ભીમાણીવાણી, ભલામણને કહી લાગણી
પોતાના માનીતાઓ અને પરિવારજનોને પ્રોફેસર બનાવવાની લહાયમાં ભલામણો અને ગોઠવણીના ગતકડાં કરનારા સિન્ડિકેટ સભ્યો પૈકી ગીરીશ ભીમાણીએ કહ્યું હતું કે, આ ભલામણ નહીં લાગણી વ્યક્ત કરી હતી. સિન્ડિકેટના હોદ્ે બેઠેલા ભીમાણીને જો લાગણી જ વ્યક્ત કરવી હતી તો સૌથી શ્રેષ્ઠ અને ટેલેન્ટેડ ઉમેદવાર માટે કેમ ન કરી?

મહેશ ચૌહાણે જેની ભલામણ કરી તે મુદ્ે ભીમાણીએ એવું કહ્યું કે, મેં ત્યારે મહેશભાઈને કહ્યું હતું કે આવા લોકોની ભલામણ ન કરાય. પછી તેણે આ વાત ઉપર ધ્યાને મૂકી હોવાનું કહ્યું હતું પરંતુ એ ન કહ્યું કે તેમણે કોના ધ્યાને મૂકી હતી. ત્યારે એ સવાલ પણ થયો કે એ નામ આપવામાં ભીમાણીને કોની શરમ લાગી કે ડર લાગ્યો?

કુલપતિએ પહેલા કહ્યું, કવર ખોલીને બતાવું? પછી કહ્યું સિન્ડિકેટમાં જ ખૂલે! ચૌહાણની વાત અયોગ્ય ગણાવી
​​​​​​​રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 88 કરાર આધારિત ભરતી પ્રક્રિયામાં સિન્ડિકેટ સભ્ય મહેશભાઈ ચૌહાણે 8 વર્ષ પહેલા ડમીકાંડમાં પકડાયેલા વિદ્યાર્થીની ભલામણ કરતા યુનિવર્સિટી કેમ્પસ અને સૌરાષ્ટ્રભરના શિક્ષણવિદ્દોનું માથું શરમથી ઝૂકી ગયું છે અને આ સમગ્ર બાબતનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યા બાદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીતિન પેથાણીએ બુધવારે પરિષદ સંબોધતા મીડિયા સમક્ષ કહ્યું હતું કે, ભરતી પ્રક્રિયા પારદર્શક જ થઇ છે, કહો તો હમણાં જ કવર ખોલીને બતાવું કે સ્ક્રીનશોટમાં જે ભલામણના નામો ફરતા થયા છે તે નામ બંધ કવરમાં નથી.

ત્યારબાદ બીજી જ મિનિટે કુલપતિએ ફેરવી તોડ્યું કે ભરતી પ્રક્રિયાના બંધ કવર તો યુનિવર્સિટીના સર્વોચ્ચ સત્તામંડળ સિન્ડિકેટ સભ્યોની મિટિંગમાં જ તેમની હાજરીમાં જ ખોલવામાં આવશે. કુલપતિ ડૉ. નીતિન પેથાણીએ ડમીકાંડની ભલામણ અંગે કહ્યું હતું કે, સિન્ડિકેટ સભ્યએ એવા વ્યક્તિની ભલામણ કરી છે કે જે વર્ષો પહેલા ડમીકાંડમાં પકડાયેલા છે તે તદ્દન ખોટું છે, આવું ન જ થવું જોઈએ. અને કરાર આધારિત ભરતી પ્રક્રિયામાં અન્ય ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે ભરતી પ્રક્રિયા રદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...