HCના ચૂકાદાના આધારે નિમણૂક:કરારી પ્રોફેસરોની 44 દિવસની મુદત કાલે પૂરી, હવે 11 માસના કોન્ટ્રાક્ટ પર

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં હવે 11 માસના કરાર આધારિત ભરતી કરવા નિર્ણય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત પ્રોફેસરની ભરતીના 8 અને 9 જૂને ઈન્ટરવ્યૂ કર્યા બાદ 10 જૂને 24 ભવનમાં પસંદ થયેલા 60 જેટલા પ્રોફેસરનું લિસ્ટ યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરાયું હતું. યુનિવર્સિટીના ભવનોના 15 જૂનથી શરૂ થયેલા નવા સત્રથી 44 દિવસના ઓર્ડર પ્રોફેસરોને અપાયા હતા જે હવે આગામી તારીખ 28 જુલાઈના રોજ પૂર્ણ થઇ રહ્યા છે. 15 જુલાઈએ યુનિવર્સિટીમાં મળેલી સિન્ડિકેટની મિટિંગમાં પણ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કરાર આધારિત પ્રોફેસરોના 44 દિવસના ઓર્ડર પૂર્ણ થયા બાદ તેમની 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરાશે.

યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભીમાણીની અધ્યક્ષતામાં 15મી જુલાઈએ સિન્ડિકેટની બેઠક મળી હતી જેમાં નવી કોલેજોને મંજૂરી, નવા જોડાણ, જોડાણ રિન્યૂ કરવા, કોલેજોના સ્થળ ફેરફાર કરવાની પણ આ વખતે સૌથી વધુ અરજીઓ આવી હતી, 44 દિવસ માટે નિમણૂક પામેલા ઉમેદવારોને હવે નામદાર હાઇકોર્ટના ચુકાદા નં. એસસીએ.628/2014, તારીખ 24/04/2014ને ધ્યાને લઈને 11 માસ માટે કરાર આધારિત નિમણૂક અપાશે.

અન્ય સમાચારો પણ છે...