તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:બંધારણીય સર્વોપરિતા એ દેશનું અમૂલ્ય આભૂષણ: ડો.જોશીપુરા

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય સંવિધાન દિવસ 26મી નવેમ્બરના અનુસંધાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવન, લીગલ રિસર્ચ ફાઉન્ડેશન અને ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન રાઇટ્સ એન્ડ આઇએચએલના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સંગોષ્ઠિ અને બંધારણીય પ્રતિબદ્ધ(શપથ)નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનુસ્નાતક છાત્રો, સંશોધકો, વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય નેહરુ મેમોરિયલના નિયુક્ત સભ્ય અને પૂર્વ કુલપતિ ડો.કમલેશ જોશીપુરાએ પોતાના કેન્દ્રીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, બંધારણીય સર્વોપરિતા એ ભારતીય લોકતાંત્રિક પ્રજાસત્તાક દેશનું અમૂલ્ય આભૂષણ છે. વર્તમાન વર્ષમાં મહામારી દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારનો પુરુષાર્થ અને પ્રજાની હિસ્સેદારી પ્રતિબદ્ધતા એ કલ્યાણ રાજ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

અન્ય સમાચારો પણ છે...