બે પુત્રી માતા વિહોણી બની:રાજકોટમાં કોન્સ્ટેબલે ઇન્સ્ટાગ્રામમાં કોઈ સાથે ચેટ કરતી પત્નીને ઠપકો આપતા પત્નીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પરિણીતાના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. - Divya Bhaskar
પરિણીતાના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.

રાજકોટના ઘંટેશ્વર નજીક SRP કેમ્પના ક્વાર્ટરમાં રહેતા પ્રિતીકાબેન અતુલભાઈ ગામીત (ઉં.વ.33)એ આજે સવારે પોતાના ઘરે એકલા હતા ત્યારે પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રિતીકાબેનનું પિયર તાપી જિલ્લામાં આવેલું છે. તેમના લગ્નને 11 વર્ષ થયા છે અને લગ્ન થકી તેમને સંતાનમાં બે દીકરીઓ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રિતીકાબેન ઇન્સ્ટાગ્રામમાં કોઈ સાથે ચેટ કરી કરી રહ્યા હતા ત્યારે પતિએ ઠપકો આપ્યો હતો. બાદમાં આપઘાત કર્યો હતો.

મૃતકને સંતાનમાં બે પુત્રી છે
મૃતક પરિણીતાના પતિ SRPમાં કોન્સ્ટેબલ તરીકે ફ૨જ બજાવી રહ્યા છે. આજે સવારે બે પુત્રી સ્કૂલે ગઈ ત્યારબાદ પ્રિતીકાબેન ઈન્સ્ટાગ્રામ પર મેસેજમાં કોઈ વ્યક્તિ સાથે મેસેજમાં વાતચીત કરતા હતા. ત્યારે પતિ અતુલભાઈએ ઠપકો આપતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પતિ પરેડમાં જતા રહ્યા હતા અને 10.30 વાગ્યે પરેડમાંથી અતુલભાઈ પરત આવ્યા ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને રૂમનું બારણું બંધ હાલતમાં હતું.

પતિ પરેડમાંથી આવતા પત્નીને લટકતી જોઇ
આથી તેમણે બારણું ખખડાવી પરંતુ તેમના પતિ પ્રિતીકાબેને બારણું ખોલ્યુ નહોતું અને તેઓએ તુરંત જ રૂમનો દરવાજો તોડી અંદર જોતા પત્ની પ્રિતીકાબેનનો મૃતદેહ લટકતો હતો. ત્યારબાદ તુરંત 108માં જાણ કરતા 108ના સ્ટાફે પ્રિતીકાબેનને હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે કાગળો કરી મૃતકના માવતરને પણ જાણ ક૨વામાં આવી હતી. પરિણીતાના મૃત્યુથી બન્ને દીકરીઓ માતાની છત્રછાંયા ગુમાવી છે.

ગઈકાલે બીમારીથી કંટાળી પરિણીતાએ ઝેરી દવા પીધી હતી
ગઈકાલે રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ખાટલી ગામે ભાણાભાઈ પટેલની વાડીએ રહેતા રેખાબેન જયસુખભાઇ મકવાણા (ઉં.વ.23)એ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે અહીંયા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં પરણીતાને પડખામાં દુ:ખાવો હોય અને દુ:ખાવાથી કંટાળી ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

બે દિવસ પહેલા જેતલસરમાં તરૂણે આપઘાત કર્યો હતો
બે દિવસ પહેલા જેતલસર ગામમાં રહેતા ઉદ્યોગપતિના 16 વર્ષના પુત્રએ ફાંસો ખાઇ પોતાની જિંદગી ટૂંકાવી લેતાં પરિવારજનો અને ગામ લોકો સ્તબ્ધ બની ગયા હતા અને ચોમેર એ જ ચર્ચા ચાલી રહી હતી કે સુખી સંપન્ન પરિવારના તરૂણે આ રીતે આત્મઘાતી પગલું શા માટે ભરવું પડ્યું? યુવાવસ્થા તરફ જઈ રહેલા તરુણે પોતાની જિંદગી ટૂંકાવી નાખ્યાની ઘટનાથી ગામમાં અરેરાટી સાથે શોક ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...