તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં RT-PCR કૌભાંડ:દર્દીના સેમ્પલ વગરની ટેસ્ટટ્યૂબને લેબમાં મોકલી નેગેટિવ રિપોર્ટ મેળવી ટાર્ગેટ પૂરા કરવાનું ષડયંત્ર, મેડિકલ ઓફિસરથી લેબ ટેક્નિશિયન રંગેહાથ ઝડપાયા

રાજકોટ14 દિવસ પહેલાલેખક: ઈમરાન હોથી
  • કૉપી લિંક
અજાણ્યા નામો સામે જે ફોન નંબર લખાયા’તા તે હેલ્થ વર્કરના હોવાનું નાયબ મામલતદાર જય રાજાવટાએ નિવેદન નોંધ્યું. - Divya Bhaskar
અજાણ્યા નામો સામે જે ફોન નંબર લખાયા’તા તે હેલ્થ વર્કરના હોવાનું નાયબ મામલતદાર જય રાજાવટાએ નિવેદન નોંધ્યું.
  • ખોડાપીપર આરોગ્ય કેન્દ્રમાં ચાલતા ષડયંત્રનો પર્દાફાશ, ટેસ્ટ સાચા નથી ત્યાં કેસ અને મૃત્યુનાં આંકડા સાચા કેવી રીતે હોય!
  • ભળતી વ્યક્તિના નામ આપે અને મોબાઈલ નંબર સ્ટાફના માણસનો જ આપે, જેથી ટેસ્ટ કરાવ્યાનો મેસેજ મળે જ નહીં
  • અત્યાર સુધીમાં આરોગ્ય કેન્દ્રમાંથી 1300થી વધારે સેમ્પલ મોકલાયા, બધાનો રિપોર્ટ નેગેટિવ, કલેક્ટર તંત્રે નિવેદનો લીધા
  • સરકાર-કોરોના વોરિયર્સ રાત દિવસ મહેનત કરી કોરોના સામે લડાઇ કરી રહ્યો છે ત્યારે અમુક પાણી ફેરવી રહ્યાં છે

રાજકોટ સહિત સમગ્ર દેશમાં કોરોનાએ ફરી એક વાર ફૂંફાડો માર્યો છે. કેસની સંખ્યા નવી નવી ટોચ બનાવી રહી છે જેથી ચોતરફ ડરનો માહોલ છે. સરકાર પણ તેના તમામ પ્રયાસો કરીને વધુમાં વધુ લોકોના ટેસ્ટ કરવા તેમજ વધુમાં વધુ લોકોને વેક્સિન આપીને સુરક્ષિત કરી રહી છે. આ માટે આરોગ્ય વિભાગને દરરોજ સર્વેલન્સ કરીને આરટીપીસીઆર ટેસ્ટ થાય તેવો આગ્રહ કરી રહી છે.

કૌભાંડનું સેમ્પલઃ આ ટયૂબમાં સેમ્પલ નાખીને મોકલવાનું હતું પણ તે ખોલીને જ મૂકી દેવાતી હતી
કૌભાંડનું સેમ્પલઃ આ ટયૂબમાં સેમ્પલ નાખીને મોકલવાનું હતું પણ તે ખોલીને જ મૂકી દેવાતી હતી

સેમ્પલ લીધા વગર જ ટેસ્ટ માટે ટ્યૂબ મોકલાઈ
ટેસ્ટની સંખ્યા વધતા સિવિલ હોસ્પિટલમાં તબીબો અને લેબ સ્ટાફ 24 કલાક મહેનત કરી સેવા બજાવી રહ્યા છે અને જે લોકો ખરેખર બીમાર છે તેઓને પોતાના રિપોર્ટ માટે લાંબું વેઈટિંગ છે, એવામાં અમુક કર્મચારીઓ કામ કરવાને બદલે સેમ્પલ લીધા વગર જ માત્ર ચોપડે નામ ચડાવી ટ્યૂબ ટેસ્ટિંગ માટે મોકલી રહ્યા છે. હા, આવું પડધરીના ખોડાપીપર ગામે થયું છે જેમાં લોકોના સેમ્પલ લીધા વગર જ 25-25 ટ્યૂબને ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દેવાય છે માત્ર આ આરોગ્ય કેન્દ્ર જ નહિ પણ ધન્વંતરિ રથ અને આરોગ્ય કેન્દ્રો ટાર્ગેટ પૂરો કરવા આવું જ કરાય છે.

આરોગ્ય કેન્દ્રની બહાર ઊભેલા ડો.સાગર ડોબરિયાએ સ્ટાફ સાથે મળી ષડયંત્ર કર્યું.
આરોગ્ય કેન્દ્રની બહાર ઊભેલા ડો.સાગર ડોબરિયાએ સ્ટાફ સાથે મળી ષડયંત્ર કર્યું.

કર્મચારીઓને ખબર પડતા રજા પર ઉતર્યા
દિવ્ય ભાસ્કર પાસે તમામ પુરાવાઓ હાથ લાગતા જિલ્લા વહીવટી તંત્રને સાથે રાખીને સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં મેડિકલ ઓફિસરથી માંડીને લેબ ટેક્નિશિયન સુધીના રંગેહાથ ઝડપાઈ ગયા છે. માત્ર આટલું જ નહિ કામચોર કર્મચારીઓએ આગલી રાત્રે જ 3 એપ્રિલ અને 4 એપ્રિલના સેમ્પલ માટે નામ નક્કી કરી રજા પર ઉતરી ગયા હતા. અત્યાર સુધીમાં આવા 1300 સેમ્પલ લેબમાં ધાબડી દેવાયા છે અને એટલે જ તેમાંથી એકપણ કેસ પોઝિટિવ આવ્યો નથી.

મેડિકલ ઓફિસરના કહેવાથી સેમ્પલ વગર જ નામ મોકલાતા હતા: બન્ને સાથેના સંવાદ
ભાસ્કર: આજે કેટલા સેમ્પલ સિવિલ હોસ્પિટલ માટે મોકલ્યા?
લેબ. ટેક્નિશિયન: (ફોન પર) 25 સેમ્પલ મોકલ્યા છે.
ભાસ્કર: કોણે સેમ્પલ લીધા આ જવાબદારી કોની છે?
દિપ્તી: સેમ્પલ લેવાનું કામ હું કરું છું, અને મેં જ સેમ્પલ લીધા છે
ભાસ્કર: આજે તો તમે આરોગ્ય કેન્દ્ર પર આવ્યા જ નથી, ગેરકાયદે રજા પર છો
લેબ. ટેક્નિશિયન: હા(ગભરાતા અવાજ સાથે) મેડિકલ ઓફિસરના કહેવાથી સેમ્પલ મોકલી દીધા હતા
ભાસ્કર: જે લોકોના સેમ્પલ મોકલ્યા છે તેમને આરોગ્ય કેન્દ્ર પર બોલાવ્યા હતા ? તેમના સેમ્પલ લીધા હતા?
લેબ. ટેક્નિશિયન: ના, કોઇને બોલાવ્યા નથી અને કોઇના સેમ્પલ પણ લીધા નથી.
ભાસ્કર: તો આ ગોરખધંધા શા માટે કરો છો?
લેબ. ટેક્નિશિયન : મેડિકલ ઓફિસરના કહેવાથી ટાર્ગેટ પૂરો કરવા આ રીતે નામ લખી ટ્યૂબ એમ જ મોકલી દઈ છીએ.
ભાસ્કર: તમે મેડિકલ ઓફિસર છો તો સેમ્પલ તમે લ્યો?
મેડિકલ ઓફિસર: હું સેમ્પલ ક્યારેક લેતો હોઉ છું
ભાસ્કર: આજે તમે સેમ્પલ લીધા હતા ?
મેડિકલ ઓફિસર: ના આજે મે નથી લીધા, હું તો કેસ પેપર પર લખી દઉ છું એટલે સેમ્પલ બહાર લેવાય છે
ભાસ્કર: લેબ ટેક રજા પર છે, બીજુ કોઇ છે નહિ તો કોણે સેમ્પલ લીધા?, આ રહ્યું ઓપીડી રજિસ્ટર ક્યા દર્દીને સેમ્પલ લેવાનું કહ્યું ?
મેડિકલ ઓફિસર: (ઓપીડી રજિસ્ટરમાં નામ ન દેખાતા ડો. સાગર મૌન)
ભાસ્કર: શા માટે આ રીતે સેમ્પલ વગર જ ટ્યૂબ મોકલી રહ્યા છો?
મેડિકલ ઓફિસર: પોઝિટિવ આવે તો સર્વેલન્સ કરવું પડે એટલે……(જીભ થોથવાઈ ગઈ)

કઈ રીતે સાંઠગાંઠથી થતું હતું સમગ્ર કૌભાંડ
આરટીપીસીઆર ટેસ્ટ માટે વીટીએમ કિટ આવે છે જેમાં એક ટ્યૂબ હોય છે જેમાં કેમિકલ નાખેલું હોય છે. સ્વેબની સળીને નાકમાં નાખી તેમાંથી નમૂનો લઈ ટ્યૂબમાં નાખવાનું રહે છે ત્યારબાદ તેને પેક કરીને આરોગ્ય કેન્દ્રમાંથી સિવિલ હોસ્પિટલ મોકલાય છે. જ્યારે ખોડાપીપર ગામે મેડિકલ ઓફિસર ડો.સાગર ડોબરિયા, લેબ ટેક્નિશિયન દિપ્તીબેન ખાખરિયા તેમજ ધન્વંતરિ રથના પ્રફુલ ઠુંમર સહિતનાઓએ સળી સીધા વીટીએમ ટ્યૂબમાં નાખી દે છે. આ રીતે 25 સેમ્પલ તૈયાર કરીને તેમાં મનફાવે તેવા નામો લખી નાખે તેમજ સ્ટાફના ફોન નંબર સાથે એન્ટ્રી કરતા હતા. જેથી લેબમાંથી મેસેજ આવે તો પણ સ્ટાફને જ મળતો હતો.

પ્રભાબેન રંગાણી
પ્રભાબેન રંગાણી

મેં તો રસી લીધી, સેમ્પલ કયાં આપ્યું
3 એપ્રિલે ખોડાપીપર ગામેથી પ્રભાબેન રંગાણી નામના મહિલાનું સેમ્પલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યું હતું. આ મહિલાને આરોગ્ય કેન્દ્ર બોલાવી ભાસ્કરની ટીમે પૂછ્યું ‘પ્રભાબેન તમે આજે કોરોના માટે સેમ્પલ આપ્યું હતું ? ’ ત્યારે એ મહિલા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેઓએ આવો કોઇ પણ ટેસ્ટ કરાવ્યાનો ઈનકાર કરી કહ્યું કે, ‘હું તો રસી મુકાવા માટે જ આવી હતી મારું સેમ્પલ લીધું જ નથી’

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો