મોકડ્રીલ:રાજકોટ એરપોર્ટ પરથી પ્લેન હાઇજેક કરવાનું કાવતરું નિષ્ફળ રહ્યું, એન્ટી હાઇજેક મોકડ્રીલ યોજાઇ, જરૂરી માર્ગદર્શન અપાયું

રાજકોટ3 મહિનો પહેલા
  • CISFના 80 અને 45 પોલીસ જવાનો સાથે ફાયરના સ્ટાફે 4 આંતકવાદીઓની ધરપકડ કરી 26 મુસાફરોને મુક્ત કર્યા

એરપોર્ટ ઓથોરિટી દ્વારા મોકડ્રીલ કરવામાં આવતી હોય છે. આજે સવારે આવી જ એક મોકડ્રીલ રાજકોટ એરપોર્ટ પર યોજવામાં આવી હતી જેમાં એરવેઝની ફ્લાઈટ 4 આતંકીઓએ હાઇજેક કરી છે તેવી માહિતી રાજકોટ એરપોર્ટ ડાયરેક્ટરને મળી હતી. તેથી એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ, CISFના 80 અને 45 પોલીસ જવાનો સાથે ફાયરનો સ્ટાફ સુરક્ષા તત્કાલ એરપોર્ટ ખાતે પહોંચ્યો હતો. અને દોઢ કલાકમાં સફળતાપૂર્વક આંતકવાદીઓની ધરપકડ કરી 26 મુસાફરોને મુક્ત કર્યા હતા.

ફાયર,108, પોલીસે મોકડ્રીલમાં લીધો ભાગ
એરપોર્ટ યોજાયેલી મોકડ્રીલમાં જાણે આતંકી સાચે જ ઘુસી ગયા હોય તેવા દિલઘડક દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ફાયરબ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ, એરપોર્ટ ઓથોરિટી, એરફોર્સ અને પોલીસ જવાનોએ ભાગ લીધો હતો. એરપોર્ટ કર્મીઓને ઈમરજન્સી સમયે કેવી રીતે તકેદારી રાખવી જોઈએ તેના સૂચનો કર્યા હતા.પોલીસ જવાનોની ટીમ, રેસ્ક્યુ ટીમ અને આગ, હુમલો જેવી અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમયસર ઘટનાને પહોંચી વળાય તે હેતસુર પોલીસ જવાનોને પ્રેક્ટિકલ કરી બતાવ્યું હતુ.

તંત્રની સાથે પ્રજાને જાગૃત કરવાનો ઉદ્દેશ
મોકડ્રીલનું આયોજન કરી તંત્રને તો એલર્ટમાં રાખવામાં આવે છે, પરંતુ તેની સાથોસાથ પ્રજાને પણ જાગૃત કરાય છે. આવી સ્થિતિમાં મોટાભાગે કેવી પરિસ્થિતિનો સામનો કરવા પડતો હોય છે, તે તંત્ર અને પ્રજાને ખબર નથી હોતી. તો સમય આવ્યે શું કરવું તેના માટે પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે શહેરના વિવિધ સ્થળે ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે બસ સ્ટેન્ડ,રેલવે સ્ટેશન,મોલ, એરપોર્ટ ખાતે મોકડ્રીલ સમયાંતરે ચાલુ જ હોય છે.

અન્ય સમાચારો પણ છે...