તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંભાવના:રાજ્યની લો કોલેજોમાં પહેલા વર્ષના પ્રવેશમાં રાહત આપવા વિચારણા

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોવામાં બીસીઆઇમાં યોજાયેલી બેઠકમાં ચર્ચા થઇ

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન મિશ્રાએ 2008માં 40 વિદ્યાર્થીએ એક પ્રોફેસર સહિતના વિવિધ નિયમોના કડક અમલવારીનો આગ્રહ રાખતા જ આ વર્ષે રાજકોટ સહિત રાજ્યભરની લો કોલેજોમાં શૈક્ષણિક વર્ષનું પ્રથમ સત્ર પૂરું થવા આવ્યું છે છતાં એકપણ એડમિશન થયું નથી ત્યારે તાજેતરમાં ગત 11મીએ ગોવામાં બીસીઆઇમાં યોજાયેલી બેઠકમાં આ બાબતે ગંભીર ચર્ચા થઇ હતી અને એકાદ સપ્તાહમાં આ અંગેનો નિર્ણય લેવાય જાય તેવી સંભાવના છે.

કોરોના મહામારીને કારણે આ વર્ષે નવી ભરતીને અત્યાર સુધી બ્રેક લાગી હતી અને હવે નવેસરથી કોલેજોમાં ભરતી કરવી હોય તો તેની પ્રોસિજર માટે સમય આપવો જોઇએ તેથી તાત્કાલિક ભરતી શક્ય નથી અને બીસીઆઇના પરિપત્ર મુજબ દરેક લો કોલેજના પ્રિન્સિપાલે તેમની કોલેજમાં નિયમાનુસાર 8 અધ્યાપકો છે તેવું સોગંદનામું કરવાનું હોય જે પ્રેક્ટિકલી શક્ય ન હોવાથી હજુ સુધી લો કોલેજમાં એડમિશન શરૂ થયા ન હોય આ વર્ષે મુક્તિ આપવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મુદ્દે બીસીઆઇને પત્ર લખ્યો હતો.

ગોવામાં યોજાયેલી આ બેઠકમાં શિક્ષણમંત્રી ચુડાસમાના પત્ર બાબતે ચર્ચા થઇ હતી અને એક વર્ષ લો કોલેજોને સોગંદનામા વગર એડમિશન આપવા મંજૂરી આપવા અંગે ગંભીર ચર્ચા થઇ હતી. જે બાબતે સંભવત: એકાદ સપ્તાહમાં નિર્ણય આવી જાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો