તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાબરકાંઠાથી પકડવામાં આવેલા આંતરરાજ્ય રાશન કૌંભાડનું કનેક્શન રાજકોટ સુધી, કલેક્ટરના આદેશથી પુરવઠા વિભાગે 5 દુકાનદારોના લાયસન્સ રદ કર્યા

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુ. - Divya Bhaskar
રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુ.
  • સસ્તા અનાજના ગ્રાહકોની ફિંગર પ્રિન્ટીથી અનાજ દેવાના બોગસ સોફ્ટવેરના આધારે કૌભાંડ આચર્યું

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાબરકાંઠાથી આંતરરાજ્ય રાશન કૌભાંડ પકડવામાં આવ્યું છે. જેનું કનેક્શન રાજકોટ સુધી ખુલતા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ પુરવઠા વિભાગને તપાસના આદેશ કર્યા હતા. આજે પુરવઠા વિભાગે કલેક્ટરના આદેશથી 5 દુકાનદારના લાયસન્સ રદ કર્યા છે. જેમાં જસદણના 4 દુકાનદાન અને એક રાજકોટના 1 દુકાનદારનો સમાવેશ થાય છે. બોગસ સોફ્ટવેરના આધારે ગરીબોનું અનાજ પચાવી પાડવાનું કૌભાંડ છે.

ગ્રાહકોની ફિંગર પ્રિન્ટથી અનાજ દેવાના બોગસ સોફ્ટવેરથી કૌભાંડ આચર્યું
સસ્તા અનાજના ગ્રાહકોની ફિંગર પ્રિન્ટથી અનાજ દેવાના બોગસ સોફ્ટવેરના આધારે કૌભાંડ આચર્યું હોવાનું ખુલ્યું છે. ગ્રાહકોને અનાજ આપ્યા વગર જ બિલ બનાવવા સોફ્ટવેરનો ઉપયોગ થયાની શંકા છે. સાબરકાંઠામાં સસ્તા અનાજ કૌભાંડને લઇને જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પુરવઠા અધિકારીને માહિતી આપી હતી.

પ્રાથમિક તપાસનો રિપોર્ટ આવતા અઠવાડિયે આપવા આદેશ: કલેક્ટર
એક અઠવાડિયા પહેલા આપણને માહિતીપત્રક દ્વારા જાણ કરવામાં આવી હતી. આ માટે જિલ્લા પુરવઠા અધિકારીને તપાસ કરવા માટે આદેશ પણ કર્યા હતા. કોઇ પણ લોકોની મિલીભગત હશે તો તેના પર પણ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસનો રિપોર્ટ આવતા અઠવાડિયે આપવા આદેશ આપ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરીને આપણને જે રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટના આધારે જિલ્લા પુરવઠા અધિકારીની કક્ષાએ તપાસ થશે.

અન્ય સમાચારો પણ છે...