તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્દાફાશ:સાબરકાંઠામાં સસ્તા અનાજની દુકાનમાં બોગસ સોફ્ટવેરના કૌભાંડનું કનેક્શન રાજકોટમાં ખુલ્યું, 25 વેપારી શંકાના દાયરામાં, કલેક્ટરના તપાસના આદેશ

રાજકોટ21 દિવસ પહેલા
રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુ.
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પુરવઠા અધિકારીને માહિતી આપી હતી

સાબરકાંઠામાં સસ્તા અનાજની દુકાનમાં બોગસ સોફ્ટવેરના કૌભાંડનું કનેક્શનના તાર રાજકોટ સુધી લંબાયા છે. આથી રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જિલ્લા પુરવઠા અધિકારીને તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 25 વેપારીઓ શંકાના દાયરામાં છે. રાજકોટ શહેર અને જિલ્લાની સસ્તા અનાજની દુકાનો પર તપાસ શરૂ કરવામાં આવી છે.

ગ્રાહકોની ફિંગર પ્રીન્ટથી અનાજ દેવાના બોગસ સોફ્ટવેરથી કૌભાંડ આચર્યું
સસ્તા અનાજના ગ્રાહકોની ફિંગર પ્રિન્ટીથી અનાજ દેવાના બોગસ સોફ્ટવેરના આધારે કૌભાંડ આચર્યું હોવાનું ખુલ્યું છે. ગ્રાહકોને અનાજ આપ્યા વગર જ બિલ બનાવવા સોફ્ટવેરનો ઉપયોગ થયાની શંકા છે. સાબરકાંઠામાં સસ્તા અનાજ કૌભાંડને લઇને જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પુરવઠા અધિકારીને માહિતી આપી હતી.

પ્રાથમિક તપાસનો રિપોર્ટ આવતા અઠવાડિયે આપવા આદેશ: કલેક્ટર
એક અઠવાડિયા પહેલા આપણને માહિતીપત્રક દ્વારા જાણ કરવામાં આવી હતી. આ માટે જિલ્લા પુરવઠા અધિકારીને તપાસ કરવા માટે આદેશ પણ કર્યા હતા. કોઇ પણ લોકોની મિલીભગત હશે તો તેના પર પણ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસનો રિપોર્ટ આવતા અઠવાડિયે આપવા આદેશ આપ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરીને આપણને જે રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટના આધારે જિલ્લા પુરવઠા અધિકારીની કક્ષાએ તપાસ થશે.

અન્ય સમાચારો પણ છે...