• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Connection Of Bogus Marksheet Scam In Rajkot Opened In The Capital, Accused Darshan Kotak Was Making Fake Marksheets With A Delhi Man

ક્રાઇમ:રાજકોટમાં બોગસ માર્કશીટ કૌભાંડનું કનેક્શન રાજધાનીમાં ખુલ્યું, આરોપી દર્શન કોટક દિલ્હીના શખ્સ સાથે મળી નકલી માર્કશીટ બનાવતો હતો

રાજકોટએક મહિનો પહેલા
આરોપી દર્શન કોટકની ફાઈલ તસવીર
  • 4 દિવસ પહેલા વિદેશ જવા ઇચ્છતા લોકો PR એપ્લીકેશનમાં માર્ક વધારવા રૂપિયા આપી બોગસ ડિગ્રી સર્ટિફિકેટ બનાવતા મહિલા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.

રાજકોટ પોલીસે નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવવા કૌભાંડમાં વધુ એક આરોપી દર્શન કોટકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં તેનું કનેસખન દેશની રાજધાની નવી દિલ્હી ખાતે ખુલ્યું છે. જ્યાં આરોપી દર્શન કોટક દિલ્હીના શખ્સ સાથે મળી નકલી માર્કશીટ બનાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે પુરાવા એકત્રિત કરી અન્ય રાજ્યોની યુનિવર્સિટી પાસે ખરાઇ કરી બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવવા ગુનામાં અમદાવાદના દર્શન કોટકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સવારના 11 વાગ્યા સુધી રિમાન્ડ મંજુર
આ સાથે પોલીસે વિદ્યાનગર મેઇન રોડ પરથી પારસ જૈનની ધરપકડ કરી તપાસ કરતા તેની પાસેથી આગ્રા તથા અલ્હાબાદ ઉત્તરપ્રદેશ રાજ્યની પોસ્ટ ગ્રેજ્યુએશન ડુપ્લિકેટ શંકાસ્પદ માર્કશીટ મળી આવી હતી. પારસ રૂપિયા 70 હજારથી એક લાખ રૂપિયા મેળવી અમદાવાદના દર્શન કોટકની પાસે ડિગ્રી સર્ટિફિકેટ બનાવી આપતો હોવાનું સામે આવતા પોલીસે અમદાવાદના દર્શન કોટકની ધરપકડ કરી રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 18 ડિસેમ્બર સવારના 11 વાગ્યા સુધી રિમાન્ડ મંજુર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી ધર્મિષ્ઠા પટેલ, પારસ જૈન અને વૈભવ પાટડિયાની પોલીસે ધરપકડ કરી.
આરોપી ધર્મિષ્ઠા પટેલ, પારસ જૈન અને વૈભવ પાટડિયાની પોલીસે ધરપકડ કરી.

રૂ.30 થી 50 હજારનું ચુકવણું થતું
પોલીસની પ્રાથમિક પુછપરછમાં અમદાવાદનો દર્શન કોટક દિલ્લીના શખ્સ પાસેથી સર્ટિફિકેટ બનાવડાવતો હોવાનું સામે આવ્યું હતું જે માટે તેને રૂપિયા 30 થી 50 હજાર ચુક્વતો હતો. ઉપરાંત વોટસએપ પર ડોક્યુમેન્ટ ડિટેઇલ મેળવી બોગસ ડિગ્રી સર્ટિફિકેટ બનાવી આપતો હોવાનું અને અત્યાર સુધી 8 જેટલી બોગસ ડિગ્રી સર્ટિફિકેટ બનાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે દર્શન કોટકને બોગસ ડિગ્રી સર્ટિફિકેટ બનાવી આપતા દિલ્લીના શખ્સની પણ શોધખોળ હાથ ધરી છે.

દર્શન કોટક 50 હજાર રૂપિયા કમિશન મેળવતો
દર્શન કોટક 50 હજાર રૂપિયા કમિશન મેળવી ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવી આપતો હોવાનું પારસ જૈનની પૂછપરછમાં ખુલ્યું છે. જ્યારે પારસે રાજકોટના વૈભવ પાટડિયા અને અમદાવાદના અપૂર્વ પટેલને માર્કશીટ બનાવી આપી હોવાનું ખુલતા રાજકોટના વૈભવની ધરપકડ કરી અમદાવાદના અપૂર્વ પટેલની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ પોલીસની પૂછપરછમાં 70 હજારથી લઇ 1.25 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી નકલી ડિગ્રી સર્ટિફિકેટ તેમજ નકલી માર્કશીટ બનાવી આપતા હોવાની કબૂલાત આપી છે.

આરોપી ધર્મિષ્ઠા પટેલ નકલી ડિગ્રી સર્ટિફિકેટ તેમજ માર્કશીટ પોતાના દિલ્હીના ફેસબુક ફ્રેન્ડ પ્રકાશ યાદવ પાસેથી મેળવતી.
આરોપી ધર્મિષ્ઠા પટેલ નકલી ડિગ્રી સર્ટિફિકેટ તેમજ માર્કશીટ પોતાના દિલ્હીના ફેસબુક ફ્રેન્ડ પ્રકાશ યાદવ પાસેથી મેળવતી.

મેઘાલયની વિલયમ કેરી યુનિવર્સિટીનો સંપર્ક કર્યો
અગાઉ પોલીસે બાતમીના આધારે સાધુ વાસવાણી રોડ પર રહેતા અને મેઘાલય રાજ્યની વિલયમ કેરી યુનિવર્સિટીની નકલી માર્કશીટો બનાવી આપતા ધર્મિષ્ઠાબેન પટેલની ધરપકડ કરી હતી. બાદમાં તપાસ કરતા તેની બાઇકની ડેકીમાંથી ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશનની ડુપ્લિકેટ શંકાસ્પદ માર્કશીટ મળી આવી હતી. જે અંગે ખરાઇ કરવા મેઘાલય રાજ્યની વિલયમ કેરી યુનિવર્સિટીનો સંપર્ક કર્યો હતો.

માર્કશીટ ડુપ્લિકેટ હોવાનું યુનિવર્સિટીના સત્તાધિશોએ જણાવ્યું
જેમાં માર્કશીટ ડુપ્લિકેટ હોવાનું યુનિવર્સિટીના સત્તાધિશોએ જણાવ્યું હતું. પોલીસ તપાસમાં મહિલા અગાઉ મહારાષ્ટ્રના નાંદેર પોલીસ સ્ટેશન ખાતે ચાલુ વર્ષે ડુપ્લિકેટ માર્કશીટ તથા સર્ટિફિકેટ બનાવવા અંગે ફરિયાદ નોંધાઇ ચૂકી છે. ધર્મિષ્ઠા નકલી ડિગ્રી તેમજ માર્કશીટ પોતાના દિલ્હીના ફેસબુક ફ્રેન્ડ પ્રકાશ યાદવ પાસેથી મેળવતી હતી.

આરોપી પારસ અને વૈભવ.
આરોપી પારસ અને વૈભવ.

આ યુનિવર્સિટીની બોગસ ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ આપતા
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ડો. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી, આગ્રા, વિલિયમ કેરી યુનિવર્સિટી તેમજ ઉત્તરપ્રદેશ અને અલ્હાબાદની યુનિવર્સિટીની નકલી ડિગ્રી તેમજ માર્કશીટ બનાવી આપતા હતા. આરોપીઓએ પોલીસને જણાવ્યું છે કે, વિદેશ જવા માટે પીઆર મેળવવા ઈચ્છતા વ્યક્તિઓ તેમનો સંપર્ક સાધતા હતા. વિદેશ જવા ઈચ્છતા વ્યક્તિઓને ગ્રેજ્યુટ કરતા પોસ્ટ ગ્રેજ્યુટના માર્ક્સ વધુ કાઉન્ટ થતા હોવાથી તેઓ આ પ્રકારે નકલી ડિગ્રી સર્ટિફિકેટ તેમજ નકલી માર્કશીટ મેળવવાનો આગ્રહ રાખતા હતા.

અન્ય સમાચારો પણ છે...