રાહુલ ગાંધીની સભાને આખરી ઓપ:કોંગ્રેસનું મૌન ભાજપને ખટકે છે, રાજકોટમાં આજે રાહુલ મૌન તોડશે

રાજકોટ19 દિવસ પહેલા
રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી બાદ આજે રાહુલ ગાંધી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.ત્રિપાંખિયા જંગ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ એક બીજાના ગઢમાં ગાબડું પાડી બેઠકો અંકે કરવા મહેનત કરી રહી છે જેમા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે સૌરાષ્ટ્રમાં પાછલી ચૂંટણીમાં પડેલ ગાબડાંમાં પરિવર્તન કરી બેઠક અંકે કરવા મહેનત કરી રહ્યા છે.

સાંજે 4 વાગ્યે જાહેર સભા યોજાશે
સાંજે 4 વાગ્યે જાહેર સભા યોજાશે

રાજકોટની પ્રજા સમક્ષ મૌન તોડશે
કોંગ્રેસ સાયલન્ટ રીતે પ્રચાર કરતી હોવાની નોંધ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી હતી અને તેઓ પણ ગંભીરતા પૂર્વક લઇ પાછલી ચૂંટણીમાં થયેલ ભંગાણ દૂર કરી ગુમાવેલી બેઠકો પરત મેળવવા વારંવાર સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રથમ વખત પ્રચાર અર્થે રાજકોટ આવી રહ્યા છે અને ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં આજે રાજકોટની પ્રજા સમક્ષ મૌન તોડશે અને જાહેર સભાને સંબોધન કરશે.

સૌરાષ્ટ્રભરમાંથી મોટાભાગના કોંગ્રેસના ઉમેદવારો ઉપસ્થિત રહેશે
સૌરાષ્ટ્રભરમાંથી મોટાભાગના કોંગ્રેસના ઉમેદવારો ઉપસ્થિત રહેશે

કોંગ્રેસના ઉમેદવારો ઉપસ્થિત રહેશે
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે રાજકોટ આવશે અને સાંજના 4 વાગ્યે તેઓ જાહેર સભાને સંબોધન કરશે. શહેરના શાસ્ત્રીમેદાન ખાતે સભા યોજવામાં આવશે જે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પણ એરપોર્ટથી શાસ્ત્રીમેદાન સુધી રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. આજની આ સભામાં સૌરાષ્ટ્રભરમાંથી મોટાભાગના કોંગ્રેસના ઉમેદવારો ઉપસ્થિત રહેશે.

રાજકોટની પ્રજા સમક્ષ મૌન તોડશે
રાજકોટની પ્રજા સમક્ષ મૌન તોડશે

ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે 26 ફેબ્રુઆરી 2022 ના રોજ સૌરાષ્ટ્રના દ્વારકા ખાતે ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી આવ્યા હતા અને ચૂંટણીનું રણશિંગુ ફુક્યું હતું જો કે એ પછી આજે પ્રથમ વખત તેઓ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આવી રહ્યા છે. ત્યારે આ વર્ષે ચૂંટણીના પરિણામ જરૂર રસપ્રદ આવશે પરંતુ આ રસપ્રદ પરિણામ શું હશે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.