સુરતની હત્યાના પડઘા ગોંડલમાં:કોંગ્રેસે ડે.કલેક્ટરને આવેદન પાઠવી ગૃહમંત્રીને રાજીનામું આપવા અને આરોપીને તાત્કાલિક ધોરણે સજા કરવા માગ કરી

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોંડલમાં કોંગ્રેસે ડે.કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. - Divya Bhaskar
ગોંડલમાં કોંગ્રેસે ડે.કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.
  • કોંગ્રેસ સુરતમાં યુવતી સાથે બનેલી ક્રૂર હત્યાની ઘટનાને વખોડી કાઢી

સુરતના પાસોદરામાં એકતરફી પ્રેમમાં યુવકે જે પ્રકારે યુવતીની કરપીણ હત્યા કરી નાખી છે તેના પડઘા ગોંડલમાં પડ્યા છે. આજે ગોંડલ શહેર કોંગ્રેસ સમિતિએ ડેપ્યુટી કલેક્ટર આવેદન પાઠવી ગૃહમંત્રીને રાજીનામું આપવા માગ કરી હતી. તેમજ હત્યારાને તાત્કાલિક ધોરણે સજા કરવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી હતી.

જાહેરમાં ગળુ કાપી હત્યાની ઘટનાને વખોડી
ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયા, યતીષ દેસાઈ, રૂષભરાજ પરમાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો આજે ડેપ્યુટી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોંગ્રેસે સુરતમાં બનેલી ક્રૂર હત્યાની ઘટનાને વખોડી કાઢી હતી. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી તે ઘટના નિંદનીય છે. હત્યારાને તાત્કાલિક ધોરણે સજા કરવી જોઈએ. તેમજ ગૃહમંત્રીના વિસ્તારમાં આવી ઘટના બની હોય નૈતિકતા દાખવી તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.

સુરત જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું
છેલ્લા ત્રણ-ચાર દિવસથી સુરત જિલ્લામાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને લૂંટ, ચોરી, હત્યાની ઘટનાને ગુનેગારો બેખોફ રીતે અંજામ આપી રહ્યા છે, ત્યારે કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...