પટેલ રૂપાણીના સમર્થનમાં:'બે વર્ષ બાદ કોંગ્રેસને જમીન યાદ આવી,કોંગ્રેસ CPની તપાસને ભટકાવવા આક્ષેપ કરે છે': MLA ગોવિદ પટેલ

રાજકોટ7 મહિનો પહેલા
MLA ગોવિંદ પટેલ
  • વિજયરૂપાણી અને નીતિન ભારદ્વાજ સહિતના ભાજપના નેતાઓએ 500 કરોડથી વધુનું કૌભાંડ આચર્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો
  • ગઈકાલે રૂપાણીએ સો.મીડિયા પર લખ્ય હતું કે: જમીન કૌભાંડમાં મારી કોઈ ભૂમિકા નથી, હું કોઈપણ તપાસ માટે તૈયાર છું

રાજકોટની આસપાસમાં 20 કિલોમીટરના વિસ્તારમાં આવેલા અલગ અલગ સરવે નંબરની 2031 સુધી હેતુફેર ન થઈ શકે તેવા કેટલાક સરવે નંબરની કિંમતી જમીનના ઝોન ચેન્જ (હેતુફેર) કરાવી વિજયરૂપાણી અને નીતિન ભારદ્વાજ સહિતના ભાજપના નેતાઓએ 500 કરોડથી વધુનું કૌભાંડ આચર્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. જેને અનુસંધાને આજે MLA ગોવિદ પટેલે મીડિયાને એક પત્ર લખી જણાવ્યું હતું કે, 'બે વર્ષ બાદ કોંગ્રેસને જમીન યાદ આવી, કોંગ્રેસ CPની તપાસને ભટકાવવા આક્ષેપ કરે છે'

એ સમયે કેમ કોંગ્રેસે જાગૃતિ બતાવી નહીં
વધુમાં MLA ગોવિદ પટેલે જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર સામેની તપાસમાં સરકાર આગળ વધી રહી છે અને પગલા લેવાઈ રહ્યા છે ત્યારે તેને નબળી પાડીને કોંગ્રેસ લોકોનું ધ્યાન અન્યત્ર ખેંચવાનો પ્રયાસ કરી રહી છે. સહારા વાડી જમીનની દરેક પ્રક્રિયા નિયમસર નોટિસો અને ઠરાવો પસાર કરીને થઈ છે. એ સમયે કેમ કોંગ્રેસે જાગૃતિ બતાવી નહીં અને બે વર્ષ બાદ તેને જમીનની કિંમત કેટલી છે એ યાદ આવ્યું.

વિજય રૂપાણીએ કરેલું ટ્વીટ
વિજય રૂપાણીએ કરેલું ટ્વીટ

મને બદનામ કરવાના અનેક પ્રયાસ કરાય છેઃ રૂપાણી
આ મામલે વિજય રૂપાણીએ આ મામલે ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો કે, રાજકોટ પોલીસ કમિશનરના સંદર્ભમાં મને બદનામ કરવાના અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર સંદર્ભે મારી કોઈ ભૂમિકા નથી. નેપાળી કાંડ સાથે મારે કોઈ સંબંધ નથી છતાં હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હાઇકોર્ટે પણ અનેકવાર નેપાળી કાંડની અરજી નકારી દીધી છે. કોંગ્રેસ મારી રાજકીય કારકિર્દી બદનામ કરવા કાવતરું ઘડી રહી છે.

સુખરામ રાઠવા ગુજરાત વિધાન સભા વિરોધપક્ષના નેતા
સુખરામ રાઠવા ગુજરાત વિધાન સભા વિરોધપક્ષના નેતા

શું હતો આક્ષેપ
રાજકોટની આસપાસમાં 20 કિલોમીટરના વિસ્તારમાં આવેલા અલગ અલગ સરવે નંબરની 2031 સુધી હેતુફેર ન થઈ શકે તેવા કેટલાક સરવે નંબરની કિંમતી જમીનના ઝોન ચેન્જ (હેતુફેર) કરાવી ગુજરાતના માજી મુખ્યમંત્રી અને રાજકોટ-2ના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણી તેમજ સુપર સીએમ તરીકે ઓળખાતા નીતિન ભારદ્વાજ સહિતના ભાજપના નેતાઓએ 500 કરોડથી વધુનું કૌભાંડ આચર્યાનો આક્ષેપ વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર અને દંડક સી.જે. ચાવડાએ કર્યો છે. તેઓએ એવી પણ માંગ કરી છે કે, ભાજપના મળતિયા બિલ્ડર્સ તેમજ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે અને પોતાના ગજવા ભરવા માટે કૌભાંડ કરાયું છે તેની સીબીઆઈ મારફતે તપાસ કરવામાં આવે તો શહેરી વિકાસ મંત્રાલય અને રૂડાના કેટલાક અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...