તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો વિરોધ:કોંગ્રેસનો બળદગાડા અને કિસાન સંઘનો સાયકલ-ઘોડા સાથે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કર્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આઠથી નવ રૂપિયાનો ભાવવધારો થયો છે. કોવિડ-19 મહામારીના સમયમાં લોકોની આર્થિક હાલત ખરાબ થઇ રહી છે અને સરકાર સતત ભાવવધારો કરતી હોવાથી રાજકોટ કોંગ્રેસે શહેરના જુદા જુદા વોર્ડમાં બળદગાડા સાથે પેટ્રોલ–ડીઝલના ભાવવધારાનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોએ બહુમાળી ભવનથી કલેક્ટર કચેરી સુધી ઘોડા અને સાઇકલ પર બેસીને પહોંચ્યા હતા અને પેટ્રોલ–ડીઝલના ભાવ ઘટાડો અને જણસીના ભાવ વધારો તેવી માંગ કરી હતી. આ દરમિયાન કલેકટરની કારને પણ ઘેરાવ કર્યો હતો. પોલીસે વિરોધ-પ્રદર્શન કરનારની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...