તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા કૃષિ કાયદાનો વિરોધ:ભારત બંધને કોંગ્રેસ, એનસીપી, આપનો ટેકો : સત્તાધીશો માર્કેટિંગ યાર્ડ ચાલુ રાખશે, દલાલ મંડળ બંધમાં જોડાશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારત બંધને કોંગ્રેસ, એનસીપી, આપનો ટેકો : સત્તાધીશો માર્કેટિંગ યાર્ડ ચાલુ રાખશે, દલાલ મંડળ બંધમાં જોડાશે
  • એનસીપી દરેક જિલ્લામાં ભાજપ સરકારની નનામી કાઢી સ્મશાનગૃહ સુધી લઇ જશે : ચેમ્બર ઓફ કોમર્સ બંધમાં નહીં જોડાય

ખેડૂતોના સમર્થનમાં ભારત બંધના એલાનમાં રાજકોટ કોંગ્રેસ, એનસીપી, આમ આદમી પાર્ટીએ ટેકો જાહેર કર્યો છે. અને બંધને સફળ બનાવવા કાર્યકર્તાઓ શેરીઓમાં નીકળશે. કોંગ્રેસના પ્રદેશના આગેવાન મુકેશ ચાવડા, રાજદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો શાળાઓમાં શિક્ષકો ઓનલાઇન અભ્યાસ કરાવતા હશે તો તે પણ બંધ કરાવવાની જાહેરાત કરી છે.

બીજી તરફ ખેડૂતોના સમર્થનમાં યાર્ડ બંધ રાખવાની યાર્ડના દલાલ મંડળ અને સૌરાષ્ટ્ર કમિશન એજન્ટ એસોસિએશને જાહેરાત કરી છે. યાર્ડના સત્તાધીશોએ યાર્ડ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. રાજકોટ યાર્ડનું દૈનિક 8થી 10 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે જે મંગળવારે ઠપ રહેશે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે ખેડૂત વિરોધી કાયદામાં રાજકોટના જુદા જુદા વેપારી, મહાજન મંડળો, વ્યાપારી સંગઠનો, કોમર્શિયલ, પ્રોફેશનલ સંસ્થાઓ, ખાનગી શાળા કોલેજ બંધમાં જોડાય તેવી અપીલ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલે જણાવ્યું હતું કે મંગળવારે બંધને ટેકો છે. આપનો એક કાર્યકર્તા 20-20 લોકોને ફોન કરશે અને ખેડૂત વિરોધી કાયદા સામે જાગૃત કરશે.

રાજકોટ એનસીપી ટીમે બંધને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ, રાજકોટ જિલ્લા પ્રમુખ સંદીપભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે 10:30 કલાકે રેસકોર્સ રિંગ રોડ પર ખેડૂતોના નેતા સરદાર પટેલના સ્ટેચ્યુથી શાંતિપૂર્ણ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. દરેક જિલ્લામાં ભાજપ સરકારની ઠાઠડી કાઢી સ્મશાનગૃહ સુધી લઇ જવામાં આવશે.

ભારત બંધના એલાનમાં સમર્થન આપી સૌરાષ્ટ્ર કમિશન એજન્ટ એસોસિએશન પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં કોઇ કામગીરી નહીં થાય. રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે. સખિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે, રાજકોટ બેડી યાર્ડ સહિત રાજકોટ જિલ્લાના તમામ આઠેય યાર્ડ મંગળવારે ખુલ્લા જ રહેશે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, બંધના એલાનને ટેકો આપતી નથી. બધી બજારો રાબેતા મુજબ ખુલ્લી રહેશે.

2000 પોલીસ તૈનાત, બંધ કરાવનાર સામે કાર્યવાહી : CP
ભારત બંધના એલાનને પગલે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા સતર્ક કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં પણ મંગળવાર વહેલી સવારથી ઉચ્ચ અધિકારીઓ સહિત 2000થી વધુ પોલીસ જવાનો અને એસઆરપીની 4 કંપની બંદોબસ્તમાં તૈનાત રહેશે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, મંગળવાર વહેલી સવારથી પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે અને કોઇ વ્યક્તિ કે સમૂહ બળજબરીથી બંધ કરાવશે તો તેની સામે કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો