કોંગ્રેસના AAP પર પ્રહાર:રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું: 'CMનો ચહેરો કોઈ પણ બને પણ રિમોટ તો દિલ્હીમાં જ રહેશે'

રાજકોટએક મહિનો પહેલા
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અજોય કુમાર

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અજોય કુમાર અને લોકસભાના પૂર્વ સભ્ય સંદીપ દીક્ષિત આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટ આવી તેઓ પત્રકાર પરિષદને સંબોધન કરી હતી અને તેમાં આગામી ચૂંટણીમાં ગુજરાતમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કર્યા હતા. તેમને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ભ્રષ્ટ સરકાર છે. વારંવાર ખોટા નિવેદનો કરી લોકોને ગુમરાહ કરી રહી છે. દિલ્હીમાં એક પણ નવી શાળા, એક પણ નવી સ્કૂલ, એક પણ નવો બ્રિજ કે એક પણ નવો રસ્તો આમ આદમી પાર્ટી સરકારે બનાવ્યો નથી માત્ર મોટી મોટી ખોટી વાતો કરે છે. આ સાથે આપ સાથે ગઠબંધન અંગેની વાતનો છેદ ઉડાવી આજે નહિ ભવિષ્યમાં પણ તેમની સાથે ગઠબંધન થવાની કોઈ શક્યતા ન હોવાનું જણાવ્યું હતું..

આ ભ્રષ્ટ સરકાર છે
રાજકોટ આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ આજે જણાવ્યું હતું, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે આ વખતે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ ખેલાવવાનો છે ત્યારે આમ આદમી પાર્ટી મોટી મોટી વાતો કરી રહી છે ખોટા વચનો આપી રહી છે. દિલ્લી મોડેલ ની વાતો કરતી આ સરકાર જુઠાણું ફેલાવી રહી છે અમે દિલ્હીને નજીકથી જોયું છે ઓળખી પણ છીએ. દિલ્હીમાં નથી નવી એક સ્કૂલ બની, નવી નવી હોસ્પિટલ બની, નથી બ્રિજ બન્યા નવા કે નથી નવો રસ્તો બન્યો માત્ર ને માત્ર જુઠાણું ફેલાવી રહી છે આ ભ્રષ્ટ સરકાર..

ભાજપથી પણ વધુ જુઠાણું ફેલાવે છે
બીજી બાજુ ભરતસિંહ સોલંકીના આપ સાથેના ગઠબંધન કરવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગઠબંધન કરવા માટે નિર્ણય પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રમુખ સાથર મળીને કરતા હોય છે. હું રાષ્ટ્રીય પ્રવક્તા હોવાના નાતે એટલું ચોક્કસ કહી શકું આજે નહિ પણ ભવિષ્યમાં પણ દૂર દૂર સુધી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની કોઈ વાત થઇ શકે તેમ નથી કારણ કે આ પાર્ટી તો ભાજપથી પણ વધુ જુઠાણું ફેલાવતી આ સરકાર છે.

પંજાબમાં પણ આ જ વસ્તુ બની છે
આમ આદમી પાર્ટી દ્વારા આજે ગુજરાતમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઇશુદાન ગઢવીનું નામ જાહેર કર્યું છે ત્યારે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીનો ચહેરો ગમે તે જાહેર કરે પણ આ રિમોટ કંટ્રોલ વાળી સરકાર છે. CMનો ચહેરો કોઈ પણ બને પણ રિમોટ તો દિલ્હીમાં જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...