તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નામંજૂરી:કલેક્ટરને ત્રણ વખત રજૂઆત કરી છતાં કોંગ્રેસને ટ્રેનની ફાળવણી ન કરી

રાજકોટ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ શહેર કોંગ્રેસ વતન જવા ઇચ્છુક પરપ્રાંતીયોની યાદી તૈયાર કરી જિલ્લા કલેક્ટરને આપી હતી અને કહ્યું હતું કે, ટ્રેનની ફાળવણી કરવામાં આવે જેથી વતન જવા ઇચ્છુકના ટ્રેનની ટિકિટની રકમ ચૂકવવામાં આવે છે પરંતુ જિલ્લા કલેક્ટરે ત્રણ વખત કોંગ્રેસની રજૂઆત બાદ પણ ટ્રેનની ફાળવણી કરવામાં આવી નથી. જેના પગલે રવિવાર સુધીનું કલેક્ટરને અલ્ટિમેટમ આપ્યું છે ત્યાં સુધીમાં ટ્રેન ફાળવવામાં નહીં આવે તો સોમવારથી આંદોલનના મંડાણ કરવાની કોંગ્રેસે ચીમકી ઉચારી છે.  રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ તરીકે પોતાના વતન જવા ઇચ્છુક મજૂરોનું ભાડું કોંગ્રેસ ચૂકવશે. આ માટે રાજકોટથી ઉત્તરપ્રદેશ જવા ઇચ્છુક પરપ્રાંતીય લોકોની યાદી રાજકોટ શહેર કોંગ્રેસે તૈયાર કરી 9 મેના અધિક કલેક્ટરને સોંપી હતી. ત્યારબાદ 12 મેના રોજ રજૂઆત કરી હતી અને ત્રીજી વખત 14 મેના રજૂઆત કરવામાં આવી છે. 1314 શ્રમિકનું લિસ્ટ તૈયાર હોવા છતાં ટ્રેનની ફાળવણી કરવામાં આવી નથી. રવિવાર સુધીમાં કલેક્ટર ટ્રેનની ફાળવણી નહીં કરે તો સોમવારથી રાજકોટ શહેર કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના મંડાણ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો