તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટરે જરૂરિયાતમંદ લોકોના ઘરે-ઘરે જઇ ડુંગળીનું વિતરણ કર્યું

રાજકોટ9 મહિનો પહેલા
કોર્પોરેટરે ઘરે ઘરે જઇ ડુંગળી આપી
  • ગઇકાલે સોશિયલ ડિસ્ટન્સના અભાવથી પોલીસે અટકાયત કરી હતી

રાજકોટના વોર્ડ નં.12ના કોંગ્રેસના કોર્પોરેટર વિજયભાઇ વાંક દ્વારા જરૂરિયાતમંદ લોકોમાં ડુંગળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગઇકાલે વિજયભાઇ દ્વારા વિતરણ કરવામાં આવતું હતું ત્યારે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો અને પોલીસે તેની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.  બાદમાં કોંગી નેતાઓ પણ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. ગઇકાલે વિજયભાઇને છોડી દેવામાં આવ્યા હતા. આથી ફરી આજે વિજયભાઇ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે પોતાના ખર્ચે વાહનમાં ડુંગળી ભરી જરૂરિયાતમંદ લોકોના ઘરે ઘરે જઇ ડુંગળીનું વિતરણ કર્યું હતું.  એક વ્યક્તિને 7 કિલો ડુંગળી આપી હતી. વિજયભાઇ દ્વારા 1200 કિલો ડુંગળી વિતરણ કરવામાં આવી હતી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો