ઇન્દ્રનીલની ચોખવટ:'સરકાર બદલવાનું કામ કોંગ્રેસ નહીં કરી શકે, એટલે 'આપ'માં જોડાયા', રાજકોટમાં અનુ. જાતિના સંમેલનમાં પ્રહાર

રાજકોટ4 મહિનો પહેલા
  • શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા અનુસૂચિત જાતિના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
  • મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉપસ્થિત રહ્યા

આજથી 13 દિવસ પહેલા ગુજરાતના સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટના મનપાના પૂર્વ નેતા વશરામ સાગઠિયા આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટી(AAP)માં જોડાયા હતા. ત્યારે આજે રાજકોટમાં આમ આદમી પાર્ટી અનુસૂચિત જાતિનું સંમેલન મળ્યું હતું. જ્યાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જાહેર મંચ પર કહ્યું હતું કે,'સરકાર બદલવાનું કામ કોંગ્રેસ નહીં કરી શકે, એટલે અમે 'આપ'માં જોડાયા છીએ.

આપ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા
આપ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા
શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા અનુસૂચિત જાતિના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા અનુસૂચિત જાતિના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું

કોંગ્રેસે ટિકિટની ના પાડી એટલે આપમાં જોડાયા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું અને વશરામ સાગઠિયા કોંગ્રેસે ધારાસભ્ય બનવા ટિકિટની ના પાડી એટલે આપમાં જોડાયા એવું નથી. પાછલી ચૂંટણીમાં વશરામભાઈ 1200 મતથી જ હાર્યા છે. પણ જેમ મેં હમણાં કહ્યું તેમ સરકાર બદલવાનું કામ કોંગ્રેસ કરી શકે તેમ નથી માટે ધારાસભ્ય બની સરકાર બદલવા અને લોકોના કામ કરવા અમે આપમાં જોડાયા છીએ. હવે વશરામભાઈને ધારાસભ્ય બનાવવાની જવાબદારી તમારા લોકોની છે. અને અમે બન્ને સમાજના હિત માટે ધારાસભ્ય બનવા માંગીએ છીએ.

મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉપસ્થિત રહ્યા
મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉપસ્થિત રહ્યા

મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉપસ્થિત રહ્યા
ઉલ્લેખનીય છે કે આજે રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા અનુસૂચિત જાતિના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પૂર્વે પણ આપ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મીડિયાને જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં હતો, ભાજપ સત્તા પર હોય અને લોકોને મૂર્ખ બનાવવાની અને પક્ષ બની રહે એ મારી દૃષ્ટિએ લાંછન છે. હંમેશાં લોકો માટે મારે મારો સમય આપવો છે. લોકો માટે સમય આપવો હોય તો ભાજપ કરતાં કોંગ્રેસ સારો પક્ષ છે અને આજે આમ આદમી પાર્ટી સારી લાગે છે.

અન્ય સમાચારો પણ છે...