તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં કોંગ્રેસને ઝટકો:વોર્ડ નં.14ના કોંગી ઉમેદવાર વિજય જાનીએ ફોર્મ પાછું ખેંચ્યું, ભાજપ પ્રમુખે સભામાં જાહેરાત કરી

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશનની ચૂંટણીમાં વિજય જાનીએ ફોર્મ પાછું ખેંચી લીધું છે - Divya Bhaskar
કોર્પોરેશનની ચૂંટણીમાં વિજય જાનીએ ફોર્મ પાછું ખેંચી લીધું છે
  • વિજય જાની અને માણસુર વાળા વચ્ચે સારા સંબંધોને પગલે ફોર્મ પાછું ખેંચ્યું
  • વોર્ડ નં.14ના પૂર્વ પ્રમુખ માણસુર વાળાએ ફોર્મ ભરવા પૂરતી તૈયારીઓ કરી હતી

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે, તેવા સમયે જ રાજકોટમાં કોંગ્રેસને પ્રથમ ઝટકો લાગ્યો છે. વોર્ડ નં.14ના કોંગ્રેસના ઉમેદવાર વિજય જાનીએ ફોર્મ પાછું ખેંચ્યું છે. તે સાથે જ કોંગીજનોમાં ખળભળાટ મચી ગયો છે. આ માહિતી માધ્યમો થકી ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીને મળતા ભરી સભામાં તેમણે આ અંગે જાહેરાત કરી હતી.

વાળાને મેન્ડેટ ન અપાતા જાની નારાજ
ઉલ્લેખનીય છે કે, વિજય પોતે વોર્ડ નં.14ના કોંગ્રેસ પ્રમુખ પણ છે, સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, વોર્ડ નં.14ના પૂર્વ પ્રમુખ માણસુર વાળાએ ફોર્મ ભરવા પૂરતી તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ માણસુર વાળાના બદલે મયુરસિંહ પરમારના નામનું મેન્ડેટ આવતા માણસુર વાળાની ટિકિટ કપાઈ હતી. વિજય જાની અને માણસુર વાળા વચ્ચે સારા સંબંધો હોય, જેથી નારાજ થઈ વિજયએ ફોર્મ પાછું ખેંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો