ભાજપ VS કોંગ્રેસ:મનપાના જનરલ બોર્ડમા પ્રજાના પ્રશ્નોનો ઉલાળિયો કરી કોંગ્રેસ-ભાજપ આમને સામને,લાયબ્રેરી મુદ્દે 58 મિનિટ સુધી ઉગ્ર ચર્ચા કરી, છેલ્લી 2 મીનીટમાં દરખાસ્તો મંજુર કરી

રાજકોટ3 મહિનો પહેલા
લાઈબ્રેરીની ચર્ચાઓ કરી જનરલ બોર્ડનો સમય વેડફી નાખ્યો
  • વિપક્ષી નેતાઓએ પોસ્ટર પહેરી બઘડાટી બોલાવી

રાજકોટ મહાનગરપાલિકામાં દર બે મહિને મળતા જનરલ બોર્ડમાં લોકોને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે. પરંતુ છેલ્લાં ત્રણ જનરલ બોર્ડમાં પીવાના પાણી, રોડ-રસ્તા, કોરોના જેવી મહામારીને પહોંચી વળવા આરોગ્ય સુવિધા, વેક્સિનેશન, સ્વચ્છતા વગેરે સહિતના પ્રશ્નોની ચર્ચા જ નથી કરતી. આજે મળેલા જનરલ બોર્ડમાં શહેરની વસ્તીના દોઢ ટકા લોકો જેમાં રસ દાખવે છે તે લાઈબ્રેરીના મુદ્દાને હાઈ વોલ્ટેજ બનાવી 58 મિનિટ સુધી ચર્ચા કરી જનરલ બોર્ડનો સમય વેડફી નાખ્યો હતો.

વેક્સિનેશન, સ્વચ્છતા વગેરે સહિતના પ્રશ્નોની ચર્ચા જ નથી કરી
વેક્સિનેશન, સ્વચ્છતા વગેરે સહિતના પ્રશ્નોની ચર્ચા જ નથી કરી

વિપક્ષી નેતાઓએ પોસ્ટર પહેરી બઘડાટી બોલાવી
મનપાના જનરલ બોર્ડમાં 1 કલાકની પ્રશ્નોત્તરી કાળ રહે જેમાં ભાજપના કોર્પોરેટર દેવાંગ માંકડે પ્રથમ પ્રશ્ન જ લાઈબ્રેરી અંગેનો પૂછ્યો હતો અને તેના જવાબમાં અધિકારીઓએ લાઈબ્રેરીનો વિસ્તૃત ઈતિહાસ આપી 58 મિનિટનો સમય વેડફી નાખ્યો હતો. અને અંતે છેલ્લી 2 મીનીટમાં વિરોધ પક્ષના 4 કોર્પોરેટરો વિરોધ નોંધાવવાનું શરૂ કરતા કોંગ્રેસ અને ભાજપ ભાજપના કોર્પોરેટરો આમને સામને થયા હતા. મિટિંગ શરુ થઈ એ પૂર્વે પણ વિપક્ષી નેતાઓએ પોસ્ટર પહેરી બઘડાટી બોલાવી હતી પરંતુ પોલીસ દ્વારા તેમના પોસ્ટર ઉતારી લેવાયા હતા.

દેવાંગ માંકડે પ્રથમ પ્રશ્ન જ લાઈબ્રેરી અંગેનો પૂછ્યો હતો
દેવાંગ માંકડે પ્રથમ પ્રશ્ન જ લાઈબ્રેરી અંગેનો પૂછ્યો હતો

16 નગરસેવકોએ 34 પ્રશ્નો બોર્ડ સમક્ષ મૂક્યા
આ બોર્ડમાં ભાજપના 12 નગરસેવકોએ રૂફટોકસોલાર, હોકર્સ ઝોન, ઢોર ઉપાડવા, વોંકળાની સફાઈ, ટી.પી. સ્કીમને મંજૂરી, મેલેરિયા વિભાગની કામગીરી સહિતના 24 અને કોંગીના નગરસેવકોએ કોરોનામાં મૃત્યુ પામેલાની યાદી, વેક્સિનેશન, ટીપર વાનની સંખ્યા સહિતના 10 પ્રશ્નો મળી કુલ 16 નગરસેવકોએ 34 પ્રશ્નો બોર્ડ સમક્ષ મૂક્યા હતા.

મિટિંગ શરુ થઈ એ પૂર્વે વિપક્ષી નેતાઓએ પોસ્ટર પહેરી બઘડાટી બોલાવી
મિટિંગ શરુ થઈ એ પૂર્વે વિપક્ષી નેતાઓએ પોસ્ટર પહેરી બઘડાટી બોલાવી

જનરલ બોર્ડની 1 કલાકની સમય મર્યાદા વધારવા માટેની માંગ કરી
જેમાં રાષ્ટ્રકક્ષાએ શરૂ થયેલી પ્રથમ એવી હરતી ફરતી લાઈબ્રેરી ચર્ચામાંથી શહેરની અન્ય લાઈબ્રેરીની ચર્ચાઓ કરી જનરલ બોર્ડનો સમય વેડફી નાખ્યો હતો. જ્યારે છેલ્લી 2 મિનિટ બાકી રહી હતી ત્યારે વિરોધ પક્ષના નગરસેવકોએ વિરોધ દર્શાવી જનરલ બોર્ડની 1 કલાકની સમય મર્યાદા વધારવા માટેની માંગ કરી હતી.

લાઈબ્રેરીની ચર્ચાઓ કરી જનરલ બોર્ડનો સમય વેડફી નાખ્યો
લાઈબ્રેરીની ચર્ચાઓ કરી જનરલ બોર્ડનો સમય વેડફી નાખ્યો

ઈતિહાસથી વાકેફ કરાવી ડીંડક કર્યા
ત્રીજી વેવને પહોંચી વળવાનું માઈક્રો પ્લાનિંગ કરવું, ટ્રાફિક સમસ્યા,પીવાના પાણીનો પ્રશ્ન, રોડ-રસ્તા વગેરે સહિતના પ્રાથમિક પ્રશ્નોની અવગણના કરી 72 નગરસેવકોએ જનરલ બોર્ડમાં જે લાઈબ્રેરીના મુદ્દાની ચર્ચા ઉપર 58 મિનિટ વેડફી તેના ઈતિહાસથી વાકેફ કરાવી ડીંડક કર્યા હતા. જનરલ બોર્ડમાં બેઠેલા 72માંથી 30 ટકા નગરસેવકો લાઈબ્રેરીના સભ્ય નથી અને તેવા પ્રશ્નોની ચર્ચા ઉપર બોર્ડ પૂરું કરી નાખ્યું હતું.