તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોંગ્રેસે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકોટના વધુ 39 ઉમેદવાર મધરાતે જાહેર કર્યા હતા. અગાઉ 22 નામની યાદી જાહેર કરાઈ હતી. જો કે, નામમાં સંમતિ ન થતાં 11ની યાદી જાહેર નથી કરાઈ. જે-તે વોર્ડના આ 11 ઉમેદવારને સવારે ફોનથી જાણ કરી દેવાશે. બીજી બાજુ ભાજપના બે નારાજ નેતાના પરિવારજનો કોંગ્રેસમાંથી લડે તેવી સંભાવના છે.
રાજકોટના ક્યા વોર્ડમાંથી કોને ટિકિટ મળશે તે અંગે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રખાયું હતું. અને શુક્રવારે મધરાત્રે 9 વાગ્યે કોંગ્રેસે વધુ 39 ઉમેદવારની યાદી જાહેર કરી હતી પરંતુ તેમાં ભાજપના નારાજ નેતાના પરિવારજનોના નામ જાહેર થાય તો ભાજપ મનામણા કરે તેવી શક્યતા હોવાના કારણે 11 ઉમેદવારના નામ બાકી રાખ્યા હતા. આ 11ને શનિવારે(આજે) સવારે સીધા જ મેન્ડેટ આપી દેવાશે અને ફોર્મ ભરવાની સૂચના પણ ટેલિફોન કરીને અપાશે. ભારે ગડમથલ બાદ કોંગ્રેસે વધુ 39 નામની યાદી રાત્રે 1 વાગે જાહેર કરી હતી. પરંતુ અમુક નામમાં ફેર વિચારણા કરવા માટે 1.30 કલાકે આખી યાદી પરત ખેંચી લીધી હતી. હવે સવારે સત્તાવાર રીતે યાદી જાહેર થાય તેવી શક્યતા છે.
રાજકોટ મનપાની ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદીમાં 22 નામ જાહેર થયા હતા આ 22 ઉમેદવારે શુક્રવારે સવારે ઢેબર ચોક ખાતે સભા પૂર્ણ કર્યા બાદ ફોર્મ ભર્યા હતા. સાથે સાથે બીજી યાદી બહાર પડ્યા પહેલા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિત 9 ઉમેદવારે ફોર્મ ભરી દીધા છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે વોર્ડ નં.17, વોર્ડ નં.3માં ગાયત્રીબા વાઘેલા, દિલીપ આસવાણી, કોમલ પુરબિયા, વોર્ડ નં.15માં વશરામ સાગઠિયા, ભાનુબેન સોરાણી, કોમલબેન ભારાઇ, વોર્ડ નં.17માં વસંતભાઇ પીપળિયા, ફોર્મ ભર્યા છે. આ ઉપરાંત અગાઉ જાહેર થયેલા 22 ઉમેદવારે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા છે. વોર્ડ નં.13માં વિજયસિંહે સ્થાનિકને ટિકિટ આપવા માંગ કરી હતી.
કોંગ્રેસે રાત્રે 1:05 વાગ્યે જાહેર કરેલા નામ
વોર્ડ નં.2માં નિમિષાબેન રાવલ, અતુલભાઇ રાજાણી, યુનુશ જુણેજા, વોર્ડ નં.3માં કાજલબેન પુરબીયા, ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઇ અસવાની, વોર્ડ નં.4માં ઠાકરશીભાઇ ગજેરા, વોર્ડ નં.5માં લાભુબેન ઠુંગા, હર્ષદભાઇ વાઘેરા, વોર્ડ નં.6માં કિરણબેન સોનારા, મોહનભાઇ સોજીત્રા, વોર્ડ નં.7માં પડાયા વૈશાલીબેન, કરચલીયા વિશાખાબેન, કેતનભાઇ જારીયા, વોર્ડ નં.8માં સવિતાબેન શ્રીમાળી, પટેલ દ્રષ્ટિબેન, નયન ભોરાણીયા, વોર્ડ નં.9માં પ્રતિમાબેન વ્યાસ, વોર્ડ નં.10માં જયશ્રીબેન મેહતા, અભિષેકભાઇ તાળા, વોર્ડ નં.11માં વસંતબેન માલવી, પારૂલબેન ડેર, પરેશભાઇ હરસોડા, વોર્ડ નં.12માં મિતાબેન મારડીયા, સંજયભાઇ અજુડિયા, વોર્ડ નં.13માં ગીતાબેન મૂછડિયા, રવિભાઇ વેકરીયા, વોર્ડ નં.14માં વાગડિયા શ્વેતા, મનસુરભાઇ વાળા, શિયાણી અંકિત, વોર્ડ નં.15માં કોમલબેન ભારઇ, સોરાણી ભાનુબેન, વશરામભાઇ સાગઠીયા, વોર્ડ નં.16માં બાબુભાઇ ઠેબા, વોર્ડ નં.17માં વસંતબેન પીપડિયા, અશોકભાઇ ડાંગર, વોર્ડ નં.18 ધર્મિષ્ઠાબેન જાડેજા, નિર્મળભાઇ મારૂ, હસમુખભાઇ સોજીત્રા.
ચૂંટણીના ચમકારા - ઓફ ધ રેકર્ડ
કેટલાક નારાજ નેતાએ સાથે રહીને મૌન રહેવાનું નક્કી કર્યું
ભાજપે કોર્પોરેટર પર મોટી કાતર મારીને નવા ચહેરાને મોકો આપ્યો છે. કપાયેલા કોર્પોરેટર પાર્ટીના નિર્ણયથી સમસમી ગયા હતા, જો વિરોધ કરીને ઘરમાં બેસી જાય તો હંમેશા માટે ઘર જ હાથ આવે તેવા ભયને કારણે નેતાઓ સમક્ષ પોતાનો ચહેરો બતાવવો, નવા ઉમેદવારોના કાર્યાલયે હાજર રહીને ચા-પાણી પીવા અને પૂછે તેટલો જ જવાબ આપવો તેવો નિર્ધાર કર્યો હોય તેવો ગણગણાટ શરૂ થયો છે.
મજૂરી અમે કરીએ અને ટિકિટ બીજાને મળે
ગુરુવારે ભાજપના 72 નામની જાહેરાત થઇ અને અસંતોષ શરૂ થયો હતો જે શુક્રવારે પણ ફોર્મ ભરવાના સ્થળે તેમજ ભાજપ કાર્યાલય પર જોવા મળ્યો હતો. ભાજપના એક કાર્યકર્તાએ શહેર ભાજપ પ્રમુખને ઊંચા અવાજમાં કહ્યું છે કે, 20 વર્ષ કરતા વધુ સમયથી ભાજપનું કામ કરીએ છીએ. તમામ ચૂંટણીમાં દોડ્યા અને તન, મન, ધનથી કામ કર્યું છતાં ટિકિટ બીજાને મળે છે, તો પ્રમુખે જવાબ આપ્યો અત્યારે બધું ભૂલી જઇ કામે લાગો બાદમાં જે પ્રશ્ન હશે તે હલ કરીશું, તો કાર્યકરે કહ્યું કેમ ભૂલી જઉ વર્ષોથી મહેનત કરી છે.
ઉમેદવારો સગાંસંબંધીના શરણે, જો જો ધ્યાન રાખજો
ભાજપના 72 ઉમેદવારના ફોર્મ ભરવાના કાર્યક્રમ સ્થળોએ ઉમેદવારોના પતિ અને પત્નીઓ જે વોર્ડમાં ટિકિટ મળી હોય તે વોર્ડમાં રહેતા ભાજપના કાર્યકર્તાઓને શોધતા નજરે પડ્યા હતા. ભાજપના એક મહિલા ઉમેદવારના પતિએ ઉપલાકાંઠે રહેતા ભાજપના કાર્યકર્તા મળ્યા તો કહ્યું ભાઇ ‘તમારું જૂનું મકાન તો અમારા વોર્ડમાં હતું ને તો ત્યાંના સંપર્કમાં રહેલા લોકોને કહેજો મદદ કરે’ આ કાર્યકર્તા 20 વર્ષ પહેલા ત્યાં રહેતા હતા. આવી રીતે જ ભાજપના મોટાભાગના ઉમેદવારો કાર્યકર્તાઓને શોધી શોધીને કામ કરવા કહી રહ્યા હતા.
294 ફોર્મ ભરાઈને પરત આવ્યા
રાજકોટમાં શુક્રવારે એકસાથે 294 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જેમાં ભાજપે પોતાના તમામ ઉમેદવારોના ફોર્મ ભર્યા છે જ્યારે કોંગ્રેસમાંથી હજુ ઉમેદવારો જાહેર થવાના બાકી હોવાથી ઘણા ફોર્મ બાકી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 318 ફોર્મ આવ્યા છે જેમાંથી ઉમેદવાર 238 છે.
વકીલ ભાગી ગયા ગુનાની ખબર નથી
એક અપક્ષ ઉમેદવારે ફોર્મ જમા કરાવ્યું હતું. કેસની વિગતો ન ભરતા અધિકારીએ પૂછ્યું હતું, તો તેના જવાબમાં તે અપક્ષ ઉમેદવાર બોલ્યા કે, ‘કેસ તો છે પણ વકીલ ભાગી ગયો છે અને ફાઈલ તેની પાસે છે તેથી ક્યો ગુનો ક્યા નોંધાયો અને શું કેસ ચાલે છે તે ખબર નથી!’
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.