સંકલન બેઠક:રાજકોટ કલેક્ટર કચેરીમાં કોંગી MLA વસોયા અને કગથરાએ ચેકડેમને લઈ સિંચાઈ વિભાગ પર પ્રહાર કર્યા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. - Divya Bhaskar
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
  • સંકલન બેઠકમાં જસદણના MLA બાવળિયાના સૌથી વધુ પ્રશ્નો કર્યા

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રાજકોટ જિલ્લાના પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા અને લલિત વસોયાએ ચેકડેમને લઈને સિંચાઈ વિભાગ પર પ્રહારો કર્યા હતા.

સૌથી વધુ પ્રશ્નો કુંવરજી બાવળિયાના
સંકલન બેઠકમાં જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ પ્રશ્નો કર્યા હતા. કુંવરજી બાવળિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં અલગ અલગ પ્રશ્નો રજૂ કર્યા હતા. બે અધિકારીઓ વચ્ચે સંકલન થાય તે માટે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવે છે. સંકલન બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્યોએ ચેકડેમ રિપેર કરવા રજુઆત કરી
ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ચેકડેમ રિપેર કરવા રજુઆત કરી હતી. જિલ્લાના ડેમો રિપેર કરવા જરૂરી છે. જિલ્લાના અનેક ડેમો તૂટેલા છે. માત્ર વાતો જ નહીં રિપેર કરવા પણ જરૂરી છે. તેમજ સંકલન બેઠકમાં મારો તાલુકો વાઇબ્રન્ટ તાલુકોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

સંકલન બેઠકમાં બે વિભાગના અધિકારીની હાજરીથી પ્રશ્નોનોનો ઉકેલ આવે છે
સંકલન બેઠક બાદ કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ખાસ કરીને પાણી પુરવઠા અને વીજળીને લગતા પ્રશ્નો હોય. ઉદાહરણ તરીકે કૂવા અને બોર પર વીજ કનેક્શનની માગણી કરી હોય અને સમયસર ન મળે તો અહીં પાણી પુરવઠા અને વીજળીના બંને અધિકારી હાજર હોય તો તેને રજુઆત કરીએ તો તુરંત વીજજોડાણ મળે. અમારા ભાડવા અને રેવાણીયા ગામમાં આવી જ પરિસ્થિતિ હતી કે વીજળીને કારણે પીવાનું પાણી મળી શકતું નહોતું. આ પ્રશ્ન ઉકેલાયો. આવી રીતે શિક્ષણનો પ્રશ્ન હતો તે પણ અધિકારીઓની હાજરીમાં ઉકેલાયો. અમે અમારા વિસ્તારના પ્રવાસ પર હોઇએ ત્યારે લોકોની રજુઆત આવે છે તે અમે તાલુકા કક્ષાએથી ઉકેલ લાવીએ છીએ. પરંતુ બે વિભાગના પ્રશ્નો હોય તો સંકલન બેઠકમાં ઉકેલ લાવવામાં આવે છે.