તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:કોંગી મહિલાઓએ રોડ પર ચૂલો બનાવી રોટલા શેક્યા

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાંધણગેસ અને ડુંગળીના ભાવવધારાના વિરોધમાં મહિલા કોંગ્રેસનું ધરણાં પ્રદર્શન

રાજકોટ શહેર મહિલા કોંગ્રેસની બહેનોએ જિલ્લા કલેક્ટર કચેરી પાસે અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની ઓફિસ સામે મોંઘવારીના વિરોધમાં ધરણાં પ્રદર્શન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. મહિલા કોંગ્રેસની બહેનોએ જાહેર માર્ગ પર ચૂલા મૂકી રસોઇ શરૂ કરી રાંધણગેસના ભાવવધારાનો વિરોધ કર્યો હતો. કમળવાળી સરકાર બહુ મોંઘી પડી, દિવસે દિવસે મોંઘવારી વધી - ભાજપ તારી ભવાઇ વધી, ડુંગળીના ભાવે આંખમાં પાણી સહિતના સૂત્રો સાથેના બેનરો પ્રદર્શિત કરી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા કોંગ્રેસના આગેવાનો બહેનોએ જાહેરમાં ચૂલો પ્રગટાવી તેના ઉપર બાજરાના રોટલા ઘડ્યા હતા, ગેસના બાટલાનો ભાવ 700ને આંબી જતા બાટલો બાજુએ મૂકી દેખાવો કર્યા હતા, ડુંગળીના ભાવો પણ આસમાને જતા ડુંગળીનો હાર પહેરાવાયો હતો. સિંગતેલ, પેટ્રોલ, ડીઝલ સહિતની જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થતા ગૃહિણીઓને સાથે રાખી મહિલા કોંગ્રેસના પ્રમુખ મનીષાબા વાળા સહિતની બહેનોએ રોડ પર દેશી ચૂલો બનાવ્યો હતો અને રોટલા શેક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો