તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મતદાનની આગલી રાત્રે જ કોંગ્રેસના મહિલા કાર્યકર ચાંદની લીંબાસિયાનો ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ થતાં પોલીસે તેની અને તેના પતિ સામે ગુનો નોંધી ચાંદનીને ઝડપી લીધી હતી અને તેના ઘરમાંથી દારૂ-બિયરનો જથ્થો મળી આવતા આ અંગે અલગથી ગુનો નોંધવામાં આવ્યો હતો. ફાયરિંગ મામલામાં પૂછપરછ પૂરી થતાં ક્રાઇમ બ્રાંચે મહિલા કાર્યકરની દારૂના કેસમાં ધરપકડ કરી હતી.
પેડક રોડ પરના નારાયણનગરમાં રહેતી ચાંદની પીયૂષ લીંબાસિયા (ઉ.વ.22)એ એકાદ વર્ષ પહેલા કુવાડવા પંથકમાં આવેલા તેના ફાર્મહાઉસ ખાતે તેના પતિ પીયૂષના પરવાનાવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ પ્રેક્ટિસ કરી હતી, જે વીડિયો મતદાનની આગલી સાંજે પોલીસને હાથ લાગતાં ચાંદની અને તેના પતિ પીયૂષ લીંબાસિયા સામે કુવાડવા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ચાંદનીને એ સમયે જ સકંજામાં લઇ લીધી હતી અને તેના ઘરની તલાશી લેતા ઘરમાંથી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ફાયરિંગ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનમાં તેમજ દારૂ અંગે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
કુવાડવા પોલીસે ચાંદનીની રવિવારે સાંજે ધરપકડ કરી હતી, ફાયરિંગ અંગેની પૂછપરછ પૂરી થતાં સોમવારે ક્રાઇમ બ્રાંચે ચાંદનીનો દારૂના ગુનામાં કબજો મેળવ્યો હતો. ચાંદનીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, દારૂ-બિયરનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણ આપી ગયું તે અંગે તેનો પતિ પીયૂષ લીંબાસિયા જાણે છે. પોલીસને પીયૂષ હજુ સુધી હાથ આવ્યો નહોતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.