આપને કોંગ્રેસનો સથવારો:રાજકોટમાં કોંગી MLAની ચીમકી: ' યુવરાજસિંહને મુક્ત કરો નહીં તો હું રસ્તા પર આવી આંદોલન કરીશ'

રાજકોટએક મહિનો પહેલા
કોંગ્રેસના ધારસભ્ય લલીત કગથરા - Divya Bhaskar
કોંગ્રેસના ધારસભ્ય લલીત કગથરા
  • કોંગ્રેસના ધારસભ્ય લલીત કગથરાએ પત્રકાર પરિષદ યોજી યુવરાજસિંહ જાડેજાને સમર્થન કર્યું

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય વતાવર્તમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ પણ આગામી ચૂંટણીને લઈ રાજકીય કાવાદાવા શરૂ કરી દીધા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરાએ પત્રકાર પરિષદ યોજી યુવરાજસિંહ જાડેજાને ટેકો આપતા જણાવ્યું હતું કે, જો યુવરાજસિંહને મુક્ત નહિ કરવામાં આવે તો હું રસ્તા પર આવી આંદોલન કરીશ

ભાજપ યુવાનોને ડરાવી રહી છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર યુવાનોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે. યુવરાજસિંહને જેલમાં પુરીને સરકારે યુવાનોને ડરાવી રહી છે.મોરબીની પેટા ચૂંટણી વખતે સરકારી મેડિકલ કોલેજની જાહેરાત કરી દીધી. હવે હવે આ સરકારી કોલેજ ભાજપના જ મળતીયાઓને પ્રાઇવેટ કોલેજ તરીકે આપી દેવા હિલચાલ જ શરુ કરી છે. ભાજપના જ નેતાઓ કોલેજને પ્રાઇવેટાઇઝેશન કરવા જઈ રહ્યા છે.

નરેશ પટેલનું ક્યાંય અપમાન થતું નથી
નરેશ પટેલ મુદ્દે હાર્દિક પટેલે આપેલી પ્રતિક્રિયા મુદ્દે લલીલ કગથરાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલનું ક્યાંય અપમાન થતું નથી. નરેશ પટેલ સામાજિક આગેવાન છે અને નરેશ પટેલ સત્યને જોઈને સારો નિર્ણય લેશે. હાર્દિક પટેલે કઈ રીતે આ નિવેદન આપ્યું તે મને ખબર નથી.