• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Cong Leaders Fill Up Potholes On Roads With Heavy Rains, 90 Per Cent Of Roads Repaired Manpah Claims False: Congress City President

રાજકોટ ખાડામાં:કોંગી નેતાઓએ ચાલુ વરસાદે તગારા-પાવડા ઉપાડી રસ્તા પર ખાડા પૂર્યા, 90% રસ્તા રિપેર થયાના મનપાના દાવા ખોટા : કોંગ્રસ શહેર પ્રમુખ

રાજકોટએક વર્ષ પહેલા
કોંગ્રેસે રસ્તા પરનાં ખાડા પૂર્યા.
  • મનપા રોડ રસ્તા રીપેર કરવામાં નિષ્ફળ ગયાના આક્ષેપ સાથે વિરોધ કર્યો
  • ભાજપના મંત્રીએ ખાડા મુદ્દે વ્હોટ્સએપ નંબર બહાર પાડ્યો તો કોંગ્રેસને લાગ્યું જાત મહેનત જિંદાબાદ

રંગીલુ રાજકોટ જાણે કે ખાડીલું રાજકોટ બની ચૂક્યું હોય તે પ્રકારના દૃશ્યો હાલ સામે આવી રહ્યા છે. બીજી તરફ રાજકોટ શહેરમાં પડેલા ખાડાઓ મામલે રાજકારણ પણ ગરમાયું હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટ શહેરમાં પડેલા ખાડા મામલે મનપાનાં વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી દ્વારા 6 દિવસ પહેલા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામા આવી હતી અને આજે ભુપેન્દ્ર રોડ પર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિત કાર્યકરોએ પાવડા-તગારા ઉપાડી ખાડા પૂર્યા હતા. આ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, 90% રસ્તા રિપેર થયાના મનપાના દાવા ખોટા છે. આ ઉપરાંત કોંગી આગેવાન પ્રદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભાજપના મેયર અને મ્યુનીસીપલ કમિશ્નર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે.

સંપૂર્ણ રોડ રસ્તા નવા બનાવવામાં આવશે : મ્યુનિ.કમિશનર
ઉલ્લેખનીય છે કે ખાડા મુદ્દે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ મીડિયાને જણાવ્યું હતું કે, 913 રોડ પર ખાડાનો સર્વે પૂર્ણ થયો છે અને 2546 ચોરસ મીટર રસ્તાનું રીપેરીંગ કરવામાં આવશે. જેમાં ગેરેન્ટીવાળા રોડ રસ્તાઓનું સમારકામ કોન્ટ્રાકટરે જ કરવાનું રહેશે. હાલ વરસાદને કારણે ચોમાસાના વિદાય બાદ સંપૂર્ણ રોડ રસ્તા નવા બનાવવામાં આવશે.

ખાડાઓ મામલે રાજકારણ પણ ગરમાયું
ખાડાઓ મામલે રાજકારણ પણ ગરમાયું

40 માર્ગોમાંથી એક પણ માર્ગ રીપેર થયો નથી
વધુમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે,ભાજપના મેયર અને મ્યુનીસીપલ કમિશ્નરને અમારી ખુલ્લી ચેલેન્જ છે કે આવો અમારી સાથે અમો તમને ખાડા દેખાડીએ.ખાલી એસી ઓફિસમાં બેસીને મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ વાતો કરે છે 90% રસ્તાઓ રિપેર થઈ ગયા, આજે રાજકોટના મુખ્ય 40 માર્ગોમાંથી એક પણ માર્ગ રીપેર થયો નથી. એ લોકો એવો આક્ષેપ કરે છે કે આ જવાબદારી કોન્ટ્રાક્ટરની હતી. તો ક્યાં છે કોન્ટ્રાક્ટર ? તેથી લોકોને હાલાકીમાંથી બહાર કાઢવા માટે કોંગ્રેસ દ્વારા ખાડા પૂરવામાં આવે છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર
શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર

ખાડા પડયાને 15 દિવસ થયા છતાં કોઈ કામગીરી થઈ નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખાડા પડયાને 15 દિવસ જેવો સમય વીતી જવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસ પક્ષ આ ખાડા બુરવા નીકળેલ છે. શહેરના મુખ્ય રસ્તાઓ સોરઠીયાવાડી રોડ, 80 ફૂટ રોડ, માલવિયા ચોક, રૈયારોડ, સંતકબીર રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, પેડક રોડ, ભાવનગર રોડ, બધા રસ્તાઓની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે તેના કરતા ગામડાના રસ્તાઓ પણ સારા હશે. ખરાબ રસ્તા ના કારણે લોકો સ્લીપ થઈ જાઈ છે ફેકચર થઈ જાય છે ત્યારે ઓર્થોપેડિક હોસ્પિટલોમાં મણકાના દુ:ખાવાના કેસ વધ્યા છે.

મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી : કોંગ્રેસ
મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી : કોંગ્રેસ

85 ટકા રસ્તાઓ રિપેર થઇ ગયાનો દાવો
ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા રાજકોટ મહાનગરપાલિકાએ વરસાદથી રોડને કેટલું નુકસાન થયું તેનો સર્વે કર્યો હતો. જેમાં 913 રસ્તાઓમાંથી 11865 ચોરસ મીટર એરિયામાં નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. જેમાંથી 10089 ચોરસ મીટર એટલે કે 85 ટકા તુટેલા રસ્તાઓ રિપેર કરી નાખવામાં આવ્યા છે અને માત્ર 1781 ચોરસ મીટર જેટલા એરિયામાં જ સમાર કામ બાકી છે જે થોડા દિવસોમાં જ કામ પૂર્ણ કરી લેવાશે. રાજકોટમાં હજુ પણ અનેક રોડ પર ખાડા જોવા મળે છે પરંતુ મનપાના ચોપડે 85 ટકા રસ્તાઓ રિપેર થઇ ગયાનો દાવો કર્યો હતો અને આ માટે ફરિયાદ નોંધવા માટે વ્હોટ્સએપ નંબર બહાર પાડ્યો હતો. ત્યારે આજે કોંગ્રેસે જાત મહેનત જિંદાબાદની વાત કહીને પાવડા-તગારા ઉપાડી ખાડા પૂર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...