તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Cong Leader's Allegation In Rajkot, MNP Approves Vaccination With The Word 'camp' In Gitanjali College At The Behest Of BJP, Congress Not Allowed

રસીકરણ કેમ્પમાં રાજકરણ:રાજકોટમાં કોંગી નેતાનો આક્ષેપ, મનપાએ ભાજપના ઈશારે ગીતાંજલી કોલેજમાં 'કેમ્પ' શબ્દ સાથે વેક્સિનેશન મંજુર, કોંગ્રેસને પરવાનગી નહીં

રાજકોટ3 મહિનો પહેલા
  • કોંગી નેતાએ પોસ્ટરમાં કેમ્પ શબ્દ ઉપયોગ કર્યો તો મનાઇ જ્યારે કોલેજ દ્વારા CMના ફોટા સાથે પોસ્ટર બનાવ્યું

રાજકોટ મહાનગરપાલિકામાં રસીકરણ કેમ્પને લઈને રાજકારણ શરૂ થયું છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શહેરની ગીતાંજલી કોલેજ ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો જેના પોસ્ટરમાં ગુજરાતના CMના ફોટા સાથે 'કેમ્પ; શબ્દ પ્રયોજાયો હતો.જયારે પ્રદેશ કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડા દ્વારા પણ નાગર બોર્ડિંગ ખાતે રસીકરણ કેમ્પ યોજાયો હતો. જેમાં કેમ્પ શબ્દ ઉપયોગ કરતા મનપાના આરોગ્ય વિભાગે વાંધો ઉઠાવ્યો હતો. જેથી ડો. હેમાંગ વસાવડા દ્વારા મનપાને ભાજપના ઈશારે ગીતાંજલી કોલેજમાં કેમ્પ કરાવ્યાનો આક્ષેપ કર્યો છે.

ગીતાંજલી કોલેજ ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો
ગીતાંજલી કોલેજ ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો

કેમ્પ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી મંજૂરી નહિ
ડો. વસાવડા દ્વારા વેક્સિનેશન માટે મંજૂરી માંગવામાં આવી હતી જેને મ્યુ.કમિશનર દ્વારા મૌખિક રીતે વધુ લોકો રસીકરણ કરાવે તે માટેની મંજૂરી આપવાની ખાત્રી આપી હતી. જોકે ડો. હેમાંગ વસાવડા દ્વારા સોશ્યલ મીડિયામાં કેમ્પ અંગેનું પોસ્ટર વાયરલ કર્યા બાદ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે વાંધો ઉઠાવ્યો હતો અને વાયરલ કરેલા પોસ્ટરમાં 'કેમ્પ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી મંજૂરી નહિ આપવામાં આવે તેવો જવાબ આપવામાં આવ્યો હતો.

ડો. હેમાંગ વસાવડા (ફાઈલ તસ્વીર)
ડો. હેમાંગ વસાવડા (ફાઈલ તસ્વીર)

મ્યુ.કમિશનરે મૌખિક મંજૂરી આપ્યાનું સ્વીકાર્યું
આ અંગે ડો. હેમાંગ વસાવડાએ કહ્યું હતું કે, મ્યુ.કમિશનરે મૌખિક મંજૂરી આપવાની વાત કર્યા બાદ અસ્વીકાર કર્યો છે. લોકો વધુમાં વધુ વેક્સિન મુકાવે તે માટેનું આયોજન હતું. જોકે ભાજપના ઈશારે કેમ્પ શબ્દ વાપર્યો હોવાથી મંજૂરી આપવામાં આવી નથી. જો વેક્સિન માટેનું કેન્દ્ર જોતું હોઈ તો કેમ્પને બદલે સેસન્સ શબ્દ વાપરવા સૂચન કર્યું હતું.

મંજૂરી ન હોવાથી પરવાનગી આપવામાં આપી ન
બીજી તરફ આરોગ્ય અધિકારી ડો. લલીત વાઝાએ જણાવ્યું હતું કે, કેમ્પ માટે મંજૂરી આપી શકીએ નહિ. અગાઉ 45 વર્ષ કરતા મોટી ઉંમરના લોકો માટે જ કેમ્પ કરવામાં આવ્યા હતા. 18 થી 44 વર્ષના લોકો માટે કેમ્પ કરવાની મંજૂરી ન હોવાથી પરવાનગી આપવામાં આપી નથી. આમાં કોઈ રાજકીય મેટર નથી. ઉલ્લેખનીય છે કે આજે સવારે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વેક્સિનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો. જે ભાજપ પ્રેરિત હોવાથી યોજવા દેવામાં આવ્યો હતો. જ્યારે કોંગ્રેસ નેતા ડો. હેમાંગ વસાવડાએ કેમ્પ માટે મંજૂરી માંગતા રાજકારણ શરૂ થયું છે.

અન્ય સમાચારો પણ છે...