રાજકોટમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે પત્ર યુદ્ધ:કોંગીનેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ભાજપના MLAને લખ્યું- ગોવિંદભાઈ તમારા અને વિજયભાઈના મતભેદમાં પ્રજા ભૂલાય છે અને પીડાય છે

રાજકોટ5 મહિનો પહેલા
રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ લખેલો પત્ર.
  • પોલીસને ખારીદનારને બચાવાયા અને ભોગ બનનારને વિસરાયા
  • ભાજપ સરકારે પોતાની આબરૂ બચાવવા પગલા ભર્યા પરંતુ પ્રજા માટે નહીં

રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પત્ર યુદ્ધ ચાલી રહ્યું હોય તેમ એક બાદ એક ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી પત્ર લખે છે. આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલને પત્ર લખી જણાવ્યું છે કે, ગોવિંદભાઈ તમે અને વિજયભાઈ લોક પ્રતિનિધિ છો, ફક્ત ભાજપના કાર્યકર નથી. તમારા મતભેદના સારા-માઠા પરિણામો લોકોને ભોગવવા પડતા હોય છે. તમારી બંને વચ્ચેના મતભેદમાં પ્રજા ભૂલાય છે અને પીડાય છે.

ગોવિંદભાઈ તમે લોક પ્રતિનિધિત્વનું કર્તવ્ય ચૂક્યા
વધુમાં જણાવ્યું છે કે, ગોવિંદભાઈ, વિજયભાઈ મુખ્યમંત્રી હતા એટલે તમે પાર્ટીના દબાણવશ થઇ છેલ્લા 4 વર્ષથી પોલીસ અને સરકારી તંત્રને ખુલ્લો દોર ભાજપના ભ્રષ્ટાચાર માટે નીતિન ભારદ્વાજની આગેવાનીમાં થયો ત્યારે તમે ભાજપના રહ્યા અને લોક પ્રતિનિધિત્વનું કર્તવ્ય ચૂક્યા, હવે ભાજપ આકાઓને વિજયભાઈને માપમાં રાખવાના ઈરાદાથી તમે અને રામભાઈ મેદાનમાં આવ્યા અને તમે પોલીસનો દુરુપયોગ કરવા માટે જે ધંધાદારી વ્યક્તિએ જે ભ્રષ્ટાચાર આચાર્યો તેની મદદે આવ્યા અને પોલીસનો ભોગ બનેલા અન્ય લોકો માટે તમને અમે જાણ કરવા છતાં કંઈ કરવા માંગતા નથી તે જ પૂરવાર કરે છે કે તમે ભાજપનાં જ ફાયદા-નુકસાન માટે કામ કરો છો ન કે લોકોના ફાયદા માટે.

ભાજપ તમને કોઈ પદ નહીં આપે તેવો ડર
વધુમાં જણાવ્યું છે કે, ગોવિંદભાઈ તમે ખૂબ સૌમ્ય માણસ છો તે સ્વીકારવું તો પણ કહેવું જ રહ્યું કે, તમારી સૌમ્યતા પાછળ પદ માટેની આપની લાલસા અને ભાજપ આપને કોઈ પદ નહી આપે તેવો ડર પણ આમ લોકોની મુશ્કેલી વધારતા હોય તો તે સૌમ્યતા નિરર્થક છે. તમે કહ્યું કે, સરકારે પગલા લીધા તો અત્યારસુધી વિજયભાઈની સરકાર હતી તો તે ચૂકી ગયા હતા એમ અર્થ કરવો રહ્યો અને સૌ જાણે છે કોઈપણ મુખ્યમંત્રી હોય ભાજપના રીત રીવાજ મુજબ ભ્રષ્ટાચાર કરો અને દબાવોની નીતિનો અમલ કરવો તે ફરજીયાત હોય છે તે તમે પણ જાણો જ છો.

તમારૂ પ્રતિનિધિત્વ અર્થવિહીન પૂરવાર થશે
વધુમાં જણાવ્યું છે કે, અત્યારની સરકાર પણ આવું જ કરશે તેનો ખ્યાલ જે લોકોને છે તેની આજસુધી બહુમતી નથી એટલે જ ભાજપ ચૂંટાઈ છે. પોલીસ પર જે પગલા લેવામાં આવ્યા છે તેની ફરજ પડી છે. મીડિયા અને અમે કોંગ્રેસીઓની જાગૃતતાને લઇ અને કમિશનર તથા પોલીસ કર્મીઓનો અત્યાચાર દંડ અને 2 વર્ષમાં તેમના પર ફરી સરખું કરી દેવાની વાત પણ રોજ પોલીસને ભ્રષ્ટાચારથી ખરીદી ખોટું કામ કરવાવાળાની વ્હારે તમે ગયા. પરંતુ લોકદરબાર ભરી જેટલા લોકો ભોગ બન્યા છે ભાજપ અને પોલીસના તેની વ્હારે પહોંચવા માંગતા નથી. વ્યક્તિ તરીકે તમે ખૂબ જ સારા પરંતુ તમે પણ ભાજપની નીતિથી ઉપર ઉડી શકવાની ક્ષમતા કેળવો તો જ તમારા સાહસનો લોકોને ફાયદો નહીંતર તમારૂ પ્રતિનિધિત્વ અર્થવિહીન પૂરવાર થશે.

અન્ય સમાચારો પણ છે...