વિપક્ષમાં રોષ:રાજકોટમાં વોર્ડ નં.15માં ધાર્મિક સ્થળો પાસે ગટરો ઉભરાતા કોંગી કોર્પોરેટરો આકરા પાણીએ, કમિશ્નરની ચેમ્બરમાં ધરણા કરવાની જાહેરાત

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી અને વશરામભાઈ સાગઠીયાની ફાઈલ તસવીર - Divya Bhaskar
વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી અને વશરામભાઈ સાગઠીયાની ફાઈલ તસવીર
  • મોટા લાઈન નાખવા માટે છેલ્લા ત્રણ વર્ષથી અનેક રજુઆતો કરી છતાં તંત્ર દ્વારા તસ્દી લેવામાં આવતી નથી : વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી

રાજકોટ મનપામાં વિપક્ષ અને કમિશ્નર પાંખ વચ્ચે ચાલતા શીતયુધ્ધના પડઘા ઘેરા બન્યા છે. રજુઆતો અને પત્રોના જવાબ ન અપાતા હોય આજે સાંજ સુધીમાં કમિશ્નર સંતોષકારક જવાબ ન આપે તો કાલથી કમિશ્નર ચેમ્બરમાં ધરણા શરૂ કરવાની જાહેરાત વિપક્ષી નેતા શ્રીમતી ભાનુબેન પ્રવીણભાઇ સોરાણીએ કરી છે. તો સાથે ચારે કોર્પોરેટરોએ વોર્ડ નં.15માં ધાર્મિક સ્થળો આસપાસ ચાર-ચાર ઇંચ જેટલું ગંદુ પાણી ભરાવાની સમસ્યા ન ઉકેલીને શાસકો અને અધિકારીઓ પ્રજાદ્રોહ કરી રહ્યાની ફરીયાદ પણ કરી છે.

ગોપાલ ડેરીનું ગંદુ-મેલું પાણી વિપુલ જથ્થામાં છોડવામાં આવે છે
છેલ્લા મહિનાઓમાં લખેલા અનેક પત્રના જવાબ કે માહિતી કમિશ્નર આપતા ન હોય, જનરલ બોર્ડના એક દિવસ અગાઉ કોંગ્રેસે આ ધરણાનો કાર્યક્રમ નકકી કર્યો છે. વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી અને કોમલબેન ભારાઈએ જણાવ્યું છે કે, વોર્ડ નં.15માં આવેલ દૂધસાગર માર્ગ ચુનારાવાડ ચોક થી માજોઠી નગરના કોર્નર સુધી જે હયાત ડ્રેનેજ લાઈન છે જેમાં લાઈન નાની હોય 30 વર્ષ જૂની લાઈન હોય જે ત્યારના વસ્તીના ધોરણે નાખેલ હોય હાલ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેવાસીઓનો વધારો થયેલો છે ત્યારે આ જ ડ્રેનેજ લાઈનમાં બે મોટી ઇન્ડસ્ટ્રીઝનું અને ગોપાલ ડેરીનું ગંદુ-મેલું પાણી વિપુલ જથ્થામાં છોડવામાં આવે છે.

એકાદ કિલોમીટર જેટલું ગંદુ પાણી રોડ ઉપર ભરાયેલા રહે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વર્ષો જૂની ભગવતી સોસાયટી, લાખાજીરાજ સોસાયટી, માજોઠી નગર, સહિતના વિસ્તારનું ડ્રેનેજનું પાણી આ લાઈનમાં આવતું હોય ત્યારે લાઈનની ક્ષમતા બહારની ડ્રેનેજની લાઈનમાં રોજીંદા પ્રશ્નો અને સમસ્યાઓ સર્જાય છે જેથી લોકો ખુબ જ હેરાન થાય છે. એચ.જે. સ્ટીલ પાસેના મેનહોલના હેડીંગ ભરાઈ જતા હોય અને આ ઢાળ વાળો રોડ હોય અને ડ્રેનેજનું ગંદુ પાણી રોડ ઉપર ભરાઈ ત્યારે એકાદ કિલોમીટર જેટલું ગંદુ પાણી રોડ ઉપર ભરાયેલા રહે છે આ રોડ ઉપર વાહન નીકળે ત્યારે બાજુમાં દુકાનો અને લોકોને આ ગંદુ પાણી ઉડતું હોય તેમજ ઘર અને દુકાનોના ઓટલે જ પાણી ભરાઈ જવાની સમસ્યા રહે છે.

ગંદા પાણી ભરાવાનો વિકટ પ્રશ્ન
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સાથે આ રોડ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે જેના પ્રવેશ દ્વાર પાસે જ છેલ્લા સાત માસથી સતત ગંદા પાણીનો ચાર-ચાર ઇંચ જેટલો ભરાવો થાય છે, જયારે ધાર્મિક સ્થાનમાં પ્રવેશવાની જગ્યાએ જ આ ગંદા પાણી ભરાવાનો વિકટ પ્રશ્ન થતો હોય અને આ રોજીંદા પ્રશ્ને ઉકેલ ન આવવાથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે લોકો દ્વારા અવાર-નવાર વ્યાપક પ્રમાણમાં ફરિયાદ અને નવી લાઈન નાખવા રજુઆતો આવેલ છે.

સીટી ઇજનેરની લાપરવાહીનો ભોગ સમગ્ર વિસ્તાર બની રહ્યો છે : કોંગ્રેસ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા છેલ્લા ત્રણ વર્ષ પહેલા ડ્રેનેજ લાઈનના ડાયામીટર વધારવા અને મોટી ક્ષમતા વાળી ડ્રેનેજ લાઈન નાખવા માટે ફાઈલ ઉપસ્થિત કરાવેલ હતી. સીટી ઇજનેરની લાપરવાહીનો ભોગ સમગ્ર વિસ્તાર બની રહ્યો છે. આમ શાસકોના ઇશારે ભેદભાવ પણ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ કોર્પોરેટરોએ કર્યો છે.