વિરોધ પ્રદર્શન:રાજકોટમાં પેપરલીક કૌભાંડ મુદ્દે 'ચોકીદાર ચોર હૈ'ના નારા સાથે કોંગી કાર્યકરોએ ધરણા કર્યા, પોલીસે ટીંગાટોળી 23ની અટકાયત કરી

રાજકોટએક મહિનો પહેલા
કાર્યકરો દ્વારા ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યા
  • ગુજરાતની પેપર ફોડો યોજનાના બેનર સાથે વિરોધ પ્રદર્શન યોજાયું

સમગ્ર ગુજરાતમાં હેડ ક્લાર્કનું પેપરલીક થવા મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેને પગલે આજે રાજકોટમાં 'પેપર કૌભાંડ બંધ કરો, બંધ કરો' અને 'ચોકીદાર ચોર હૈ'ના નારા સાથે કોંગી કાર્યકરોએ ધરણા કર્યા હતા. જ્યાં પોલીસે 23 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું
કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું
પોલીસે 23 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી
પોલીસે 23 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી

ભાજપ સરકારના ગુનાહિત છબરડાઓ
આજે શહેરના ત્રિકોણબાગ ખાતે કોંગી આગેવાનો અને કાર્યકરો દ્વારા ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. જ્યાં કોંગી કાર્યકરોએ જણાવ્યું હતું કે,સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટવાની અનેક ઘટનાઓ ભાજપ સરકારમાં બની રહી છે, તેથી વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ભારે આક્રોશ છે. જેથી ગુજરાતની ભાજપ સરકારના ગુનાહિત છબરડાઓને ઉજાગર કરી પ્રજાની વેદના અને આક્રોશને વાચા આપવા માટે ધરણાંનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.

ગુજરાતની પેપર ફોડો યોજનાનું મોટું બેનર બનાવવામાં આવ્યું
ગુજરાતની પેપર ફોડો યોજનાનું મોટું બેનર બનાવવામાં આવ્યું

ગુજરાતની પેપર ફોડો યોજના
જાણવા મળતી વિગત મુજબ શહેરનાં ત્રિકોણબાગ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો એકઠા થયા હતા. અને પેપરલીક કૌભાંડને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં 'પેપર કૌભાંડ બંધ કરો, બંધ કરો' અને 'ચોકીદાર ચોર હે' સહિતના વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ ગુજરાતની પેપર ફોડો યોજનાનું મોટું બેનર બનાવવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં લીક થયેલા પેપર અંગેની વિગતો દર્શાવી વિરોધ કરાયો હતો.

કાર્યકરો દ્વારા ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યા
કાર્યકરો દ્વારા ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યા
અન્ય સમાચારો પણ છે...