દિવાળી પહેલા ભૂલકાં નહીં ભણે:ધો.1થી 5ના વર્ગો શરૂ કરવા અંગે મૂંઝવણ,શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને રજુઆત કરી છતાં શાળા શરૂ થવાના કોઈ અણસાર નહીં

રાજકોટ3 મહિનો પહેલા
ફાઈલ તસ્વીર
  • નવરાત્રી પહેલા ધો.1 થી 5 ના વર્ગો શરૂ કરવા પૂર્વ CMએ તૈયારી દાખવી હતી
  • નવી સરકાર પડકાર ઝીલશે કે ઝૂકી જશે !

કોરોનાની વૈશ્વિક મહામારી કારણે છેલ્લા દોઢ વર્ષથી શાળા કોલેજો બંધ થયા બાદ. કોરોનાની બીજી ઘાતક લહેર પુરી થતા રાજ્ય સરકાર દ્વારા એક બાદ એક નિર્ણય કરી શાળા કોલેજ શરૂ કરવા નિર્ણય કરવામાં આવેલ છે. હાલ ધોરણ 6 થી 12 અને કોલેજ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે શાળા સંચાલક મંડળ દ્વારા છેલ્લા દોઢ બે મહિનાથી ધોરણ 1 થી 5 ના વર્ગો ઓફલાઇન શરૂ કરવા માંગ કરવામાં આવી રહી છે. જો કે દિવાળી પહેલા આ માટે નિર્ણય લેવામાં આવે તેવી નહિવત શકયતા જોવામાં આવી રહી છે. ગુજરાતમાં ધો. 6થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ છે ત્યારે ધો.1થી 5 શરૂ કરવા માટે નવરાત્રી પહેલા નિર્ણય આવે તેવી શક્યતા રૂપાણી સરકારમાં આપવામાં આવી હતી. જો કે હવે સરકારમાં બદલાવ આવતા શિક્ષણ જગત સાથે સંકળાયેલા કેટલાક નિર્ણયો અંગે પણ રોક લગાવામાં આવી છે.

હજુ સુધી કોઇ અણબનાવ બન્યો નથી
રાજકોટ સ્વનિર્ભર શાળાસંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા એ જણાવ્યું હતું કે , ધોરણ 6 થી 12 અને કોલેજમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયા બાદ હવે ધોરણ 1 થી 5 ના વર્ગોનું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ અમારી મુખ્ય માંગ છે. આ અંગે દિવાળી પહેલા નિર્ણય કરી વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી અમારી મુખ્ય માંગ છે જેનું કારણ છે કે ધોરણ 6 થી 12 અને કોલેજ માટે ઓફલાઇન શિક્ષણ ચાલુ છે બે માસ જેટલો સમય થયો ત્યારે સમગ્ર ગુજરાતમાં કોઇ પણ શાળા કે કોલેજમાં કોઇ અણબનાવ બનેલ નથી માટે હવે ધોરણ 1 થી 5 વર્ગો ઓફલાઇન શરૂ કરવા માટે નિર્ણય લેવો જોઈએ.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા - ફાઈલ તસ્વીર
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા - ફાઈલ તસ્વીર

સરકાર વહેલી તકે નિર્ણય લે તે જરૂરી
વધુમાં તેમને જણાવ્યું હતું કે, મોટા વિદ્યાર્થીઓ અભ્યાસ અને વાંચન કરી આગળ અભ્યાસ કરી શકશે પરંતુ ધોરણ 3 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ આગળ થોડો મુશ્કેલ બન્યો છે. કારણ કે ધોરણ 1 અને 2 માં માસ પ્રમોશન આપ્યા હોવાથી વાંચન અને લેખન માટે મુશ્કેલ થઇ રહ્યું છે. બાળકોનું શિક્ષણ બગડે નહીં માટે સરકાર વહેલી તકે નિર્ણય લે તે જરૂરી છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

દિવાળી બાદ વર્ગો શરૂ કરવા વિચારણા
ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ગત સપ્તાહે દરમિયાન રાજકોટમાં બે દિવસ રોકાયા હતા ત્યારે પણ શાળા સંચાલક મંડળ દ્વારા ઔપચારિક વાતચિત કરવામાં આવી હતી પરંતુ દિવાળીના વેકેશન ને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દિવાળી બાદ ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા સરકાર વિચારતી હોવાનું પ્રાથમિક તારણ જણાયું હતું.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર