અસમંજસ:રાજકોટમાં મલ્ટિપ્લેક્સ શરૂ થશે કે કેમ તે અંગે અસમંજસ, જૂના મૂવી બતાવવા પડે તેવી સ્થિતી હોવાથી પ્રેક્ષકો આવશે કે કેમ તે પ્રશ્ન?

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 15 ઓક્ટોબરથી દેશભરમાં મલ્ટિપ્લેક્સ 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી

દેશભરમાં કોરોના મહામારીના કારણે છેલ્લા 6 મહિનાથી વધુ સમય બંધ મલ્ટિપ્લેક્સ 15 ઓક્ટોબરથી ખુલવા જઈ રહ્યાં છે. ગાઈડલાઈન અનુસાર સિનેમાં હોલ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. બે લોકોની વચ્ચેની સીટ ખાલી રહેશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. ત્યારે ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિયેશનના ઉપપ્રમુખ અજય બગડાઈએ નિવેદન આપતા કહ્યું કે મલ્ટિપ્લેક્સ શરૂ થશે કે કેમ તે અંગે અસમંજસ છે. હાલ જૂના મૂવી બતાવવા પડે તેવી સ્થિતિ હોવાથી પ્રેક્ષકો આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.

રાજકોટમાં 10-15 કરોડનું મલ્ટિપ્લેક્સનું ટર્ન ઓવર ખોરવાયુંઃ અજય બગડાઈ
અજય બગડાઈએ નિવેદન આપતા જણાવ્યું કે હાલમાં કોઈ ફિલ્મ રિલીઝ થવાની નથી. અત્યાર સુધીમાં કોરોનાના કારણે રાજકોટમાં 10થી 15 કરોડનું ટર્નઓવર ખોરવાઈ ગયું છે. ઘણા રાજ્યોમાં મલ્ટિપ્લેક્સ ખોલવાની હજુ છૂટ આપવામાં આવી નથી. જ્યારે તમામ રાજ્યોમાં મૂવિ રિલીઝ કરવાની છૂટ આપવામાં આવશે તે બાદ જ કોઈ પિક્ચર રિલીઝ થશે. હાલમાં તો મલ્ટિપ્લેક્સ ખોલ્યા બાદ જૂના મૂવી બતાવવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેથી પ્રેક્ષકો જૂના મૂવી જોવા માટે આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. સરકાર પાસે કોરોના અંતર્ગત અમને થયેલા નુકસાનના વળતરની અમારી માંગણી પણ પેન્ડિંગ છે.

થિયેટરોમાં દર્શકો માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ફરજિયાત
​​​​​​​
SOP અનુસાર સિનેમાં હોલની અંદર એસીનું ટેમ્પરેચર 23-30 ડિગ્રી પર રાખવું પડશે. શો પહેલાં અથવા ઈન્ટરવલ પહેલાં કે પછી કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી જરૂરી છે. પેકેટ્સ ફૂડની જ મંજૂરી આપવામાં આવશે. આ સાથે જ મલ્ટિપ્લેકસ ટિકિટ ઓનલાઈન બૂક થાય તો વધારે સારૂ છે. જો કે સિંગલ સ્ક્રિન થિયેટર્સમાં ટિકિટ માટે વધારે વિન્ડો ખોલવી પડશે. થિયેટર માલિકાએ દરેક શો બાદ તેની સફાઈ કરવી પડશે. તેના માટે સ્ટાફના યોગ્ય PPE કીટ અને બૂટ ઉપલબ્ધ કરાવવા પડશે. થિયેટરોમાં દર્શકો માટે સેનિટાઈઝરનો ઉપયગો કરવો ફરજિયાત રહેશે.

કેવા નિયમોનું પાલન કરવું પડશે ?

  • કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવો પડશે
  • કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે
  • 50 ટકાથી વધારે બેઠક વ્યવસ્થા નહીં રાખી શકાય
  • એક સીટ છોડીને જ બુકિંગ થઈ શકશે
  • ખાલી સીટની પાછળવાળી સીટ બૂક થઈ શકશે.
  • બાકીની સીટ પર નોટ ટૂ બી ઓક્યુપાઈડ લખવાનું રહેશે
  • કન્ટેઈનમેઈન ઝોનમાં થિયેટરોને અનુમતિ રહેશે નહીં