તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ મહાપાલિકાનો રણસંગ્રામ ચૂંટણી 2021:કન્ફર્મ કે કપાયા, ભાજપના દાવેદારો મૂંઝાયા, શુક્લ, રામાણી, ટીલાળા સહિત 9 નામ ફાઈનલ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • બાયોડેટામાં ભૂલથી 58 વર્ષ ઉંમર લખી હશે અને ટિકિટ મળ્યા બાદ ફોર્મના સોગંદનામામાં 61 વર્ષ લખ્યા હશે તો ભાજપ છેલ્લી ઘડીએ નામ બદલશે, ત્રણ ચૂંટણી લડેલાને પણ તક નહીં જ મળે

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં નિરીક્ષકો નામ મૂકે તે પહેલા પ્રમુખ પાટીલે ત્રણ ચૂંટણી લડેલા અને 60 વર્ષથી મોટી ઉંમર હોય તેમને ભાજપ ટિકિટ નહીં આપે તેવી જાહેરાત કર્યા બાદ અનેક વોર્ડમાં પેનલ બદલવી પડે તેવી સ્થિતિ છે. જેના કારણે પ્રદેશ ભાજપમાં રાજકોટના નામ ફાઇનલ કરવા માટે લાંબી ચર્ચા ચાલી હતી. બીજી તરફ સંભવિત ઉમેદવારો પણ બુધવારે દિવસ દરમિયાન ફાઇનલ કે કપાયા તેની જ ચર્ચા કરી હતી.

દિવ્ય ભાસ્કર પાસે આવેલી વિગત મુજબ ભાજપમાંથી પુષ્કર પટેલ, જયાબેન ડાંગર, પરેશ પીપળિયા, નેહલ શુક્લ, નીતિન રામાણી, જ્યોત્સનાબેન ટીલાળા, દેવુબેન જાદવ, નિલેશ જળુ, કેતન પટેલના નામ પર ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં સહમતી થઇ છે. આ ઉપરાંત અન્ય નામો પર ચર્ચા ચાલી રહી છે. 60 વર્ષથી વધુ ઉંમર અને ત્રણ વખત ચૂંટણી લડેલા નેતાને ટિકિટ નહીં આપવાના માપદંડના પગલે ઉમેદવારો ફાઇનલ કરવામાં પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો અને રાજકોટ ભાજપના આગેવાનો વચ્ચે લાંબી ચર્ચા ચાલી રહી છે. પ્રદેશ ભાજપ ગુરુવારે મોડી સાંજે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરે તેવી શક્યતા છે. જો કે, છેલ્લી ઘડીએ ભાજપમાં ઉમેદવારોના નામ જાહેર કરવા માટે પ્રદેશના આગેવાનો વચ્ચે ખેંચતાણ થતી હોવાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો