વિરોધ:રાજકોટ સિટી બસમાં ઓવરલોડ મુસાફરો ભરવામાં આવતા વૃદ્ધ સાથે કન્ડક્ટરની બોલાચાલી, અંતે કંટાળેલા વૃદ્ધ બસ આગળ સૂઇ ગયા

રાજકોટ18 દિવસ પહેલા
કલેક્ટર કચેરીના ગેટ નં.2 સામે સિટી બસની આગળ વૃદ્ધ સૂઇ જઈ વિરોધ નોંધાવ્યો હતો.
  • લોકોની સમજાવટ બાદ વૃદ્ધ ઉભા થતા બસ આગળ નીકળી હતી

રાજકોટ સિટી બસમાં ઓવરલોડ મુસાફરો બેસાડાતા હોવાથી મુસાફરોને પગ મૂકવાની જગ્યા મળતી નથી. શહેરની કલેક્ટર કચેરીના ગેટ નં.2 પાસે આજે ઓવરલોડ ભરેલી સિટી બસમાં એક મહિલા દરવાજામાં ઉભી હતી. મહિલાનો એક પગ ઉપર અને એક નીચે હોવાથી એક વૃદ્ધ આડા ઉભા રહ્યા હતા. આથી કન્ડક્ટરે વૃદ્ધ સાથે બોલાચાલી કરતા વૃદ્ધ નીચે ઉતરી બસ આડા સૂઈ જઇ વિરોધ નોંધાવ્યો હતો. જોકે બાદમાં લોકોના સમજાવ્યા બાદ વૃદ્ધ ઉભા થઇ ગયા હતા અને બસ આગળ ચાલી હતી.

છેલ્લા ઘણા સમયથી સિટી બસમાં ઓવરલોડ મુસાફરો ભરવામાં આવે છે
છેલ્લા ઘણા સમયથી સિટી બસમાં મુસાફરોને ઓવરલોડ ભરવામાં આવી રહ્યા છે. ઓવરલોડને કારણે આજે કલેક્ટ કચેરીના ગેટ નં.2 પાસે આજે વૃદ્ધે બસ આડે સૂઈ જઈ વિરોધ નોંધાવ્યો હતો. આથી બસ થોડો સમય આગળ વધી ન શકતા અંદર મુસાફરો અકળાયા હતા. જોકે થોડો સમય માટે રસ્તા પર ટ્રાફિકજામ થયો હતો. બાદમાં વૃદ્ધ ઉભા થઇ જતા બસ આગળ વધતા ટ્રાફિક ક્લિયર થયો હતો.

મહિલાએ મીડિયાને ડેમો કરી બતાવ્યું કે હું આ રીતે બસમાં ઉભી હતી અને ડ્રાઇવરે બસ ચલાવી.
મહિલાએ મીડિયાને ડેમો કરી બતાવ્યું કે હું આ રીતે બસમાં ઉભી હતી અને ડ્રાઇવરે બસ ચલાવી.

કન્ડક્ટરે મને નીચે ઉતરી જવાનું કહ્યું: વૃદ્ધ
આ અંગે વૃદ્ધે જણાવ્યું હતું કે, બસના બારણામાં એક બહેન પડી જાય એમ ઉભા હતા એટલે હું આડો ઉભો રહ્યો તો કન્ડક્ટરે કહ્યું તું નીચે ઉતરી જા. મહિલાએ જણાવ્યું હતું કે, એક પગ નીચો હતો અને બસ ઉપડી આથી દાદા આગળ સૂઇ ગયા. આથી હું પડતા પડતા રહી ગઈ.

બસની અંદર ઘેટા-બકરાની જેમ મુસાફરો ભરવામાં આવે છે.
બસની અંદર ઘેટા-બકરાની જેમ મુસાફરો ભરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...