તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યા વધતા કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ થવા લાગી છે. ડિસ્ચાર્જ દર્દીઓની સરખામણીએ એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. આથી રાજકોટ જિલ્લામાં આવેલી 18 કોવિડ હોસ્પિટલમાં માત્ર 519 બેડ જ ખાલી છે. જ્યારે 9 કોવિડ હોસ્પિટલ કોરોના દર્દીથી હાઉસફૂલ બની જતા એક પણ બેડ ખાલી નથી. આ માહિતી સરકારી હેલ્પલાઇન ઉપરથી લેવામાં આવી છે. કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું છે કે, ખાનગી હોસ્પિટલોમાં 500 બેડ વધારવામાં આવશે.
રાજકોટની બે હોસ્પિટલમાં માત્ર એક-એક બેડ જ ખાલી
રાજકોટની પ્લેક્સક્ષ અને મેડિકેર એન્ડ ક્યોર કોવિડ હોસ્પિટલમાં તો માત્ર એક-એક જ બેડ ખાલી છે. જ્યારે જસદણની સરકારી હોસ્પિટલમાં 9 અને ધોરાજી સરકારી હોસ્પિટલમાં 16 બેડ ખાલી છે. આથી કોરોનાએ રાજકોટ જિલ્લામાં ફરી હાહાકાર મચાવ્યો છે. રાજકોટ જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 27ને પાર કરી ચૂકી છે.
સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાય છે તેનાથી ન ડરવું- કલેક્ટર
રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, લોકો વધુમાં વધુ વેક્સિન લે, સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાય છે તેનાથી ન ડરવું. કોરોનાના કેસ વધતા હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવશે. સમરસ હોસ્ટેલમાં વધુ 200 બેડ વધારવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ વધારવામાં આવી રહ્યાં છે. રેમડેસિવિર ઇન્જેક્શનનો પુરતો જથ્થો હાલ ઉપલબ્ધ છે. ગઈકાલે રાત્રે 3400 જેટલા ડોઝ સરકારે મોકલ્યો છે. 500 બેડ વધારવા નિર્ણય કર્યો છે. સાથોસાથ 80 જેટલા નર્સીંગ સ્ટાફને ઈન્ટરવ્યુ લઈ ફરજમાં હાજર કરી દેવામાં આવી છે. સાથોસાથ જિલ્લા કલેકટરે શહેરની ખાનગી હોસ્પીટલો પાસે ઉપલબ્ધ 750 બેડ પૈકીના 350 બેડ પોતા હસ્તક લઈ લીધા હોવાનું જીલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું.
શહેરમાં કુલ કેસની સંખ્યા 19534 પર પહોંચી
રાજકોટમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો નોંધાય રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 19534 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 1143 દર્દી સારવાર હેઠળ છે. શુક્રવારે 122 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
એક દિવસમાં રેકોર્ડબ્રેક સેમ્પલ લેવાયા
રાજકોટમાં કોરોનાના કેસ વધવાની સાથે લેબ ટેસ્ટમાં પણ ધરખમ વધારો થયો છે. આરટીપીસીઆર સૌથી વિશ્વાસપાત્ર ગણાય છે. આ કારણે હાલ આરટીપીસીઆર માટે રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો છે. માત્ર સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો શુક્રવારે લેબમાં 2000 સેમ્પલ આવ્યા હતા. જે કોરોના આવ્યા પછીની સૌથી મોટી સંખ્યા છે. સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડો. કાવઠિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 1500 સુધીના એક જ દિવસમાં સેમ્પલ આવી ચૂક્યા હતા.
રાજકોટ જિલ્લાની 18 કોવિડ હોસ્પિટલમાં બેડની સ્થિતિ
હોસ્પિટલનું નામ | કેટલા બેડ ખાલી |
રાજકોટ સિવીલ હોસ્પિટલ | 219 |
સમરસ હોસ્ટેલ | 110 |
કામદાર રાજ્ય વિમા હોસ્પિટલ | 41 |
કેન્સર હોસ્પિટલ | 87 |
ગોંડલ સરકારી હોસ્પિટલ | 35 |
જસદણ સરકારી હોસ્પિટલ | 9 |
ધોરાજી સરકારી હોસ્પિટલ | 16 |
પ્લેક્સસ હોસ્પિટલ | 1 |
મેડિકેર હોસ્પિટલ | 1 |
સ્ટાર સિનર્જી કોવિડ હોસ્પિટલ | બેડ ખાલી નથી |
સેલસ હોસ્પિટલ | બેડ ખાલી નથી |
સ્ટર્લિંગ હોસ્પિટલ | બેડ ખાલી નથી |
કુંદન હોસ્પિટલ | બેડ ખાલી નથી |
સદભાવના હોસ્પિટલ | બેડ ખાલી નથી |
વેદાંત હોસ્પિટલ | બેડ ખાલી નથી |
પરમ હોસ્પિટલ | બેડ ખાલી નથી |
ઓલમ્પસ હોસ્પિટલ | બેડ ખાલી નથી |
જલારામ હોસ્પિટલ | બેડ ખાલી નથી |
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.