તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક નિષ્ફળ જવાની ભીતિ:વરસાદી ખેંચ ઊભી થતાં ખેડૂતોની ચિંતા વધી, અધિકારીની બેઠક મળશે, પાક પાણી વાંકે પાણીમાં જાય તેવી સ્થિતિ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મગફળી- કપાસનો મુખ્ય પાક નિષ્ફળ જવાની ભીતિ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી ખેંચ ઊભી થઈ છે. અડધું ચોમાસું પૂર્ણ થવા પર છે, છતાં વરસાદ ન વરસતા દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો છે. વાવણી બાદ વરસાદ ન થતાં મુખ્ય પાક મગફળી અને કપાસનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ત્યારે આગામી 5 દિવસમાં જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતની બેઠક મળશે. જેમાં ખેડૂતોની સ્થિતિ અંગે તાગ મેળવાશે.ખેડૂતો રોજ ઉઠી મેઘરાજાના આગમનની રાહ જૂએ છે પરંતુ વરુણદેવ વરસતા નથી. ગત વર્ષે આ સમયે મોટાભાગના જળાશયો છલોછલ જોવા મળતાં હતાં. તેની વચ્ચે હાલ ખાલીખમ છે.

આ સ્થિતિ વચ્ચે ખેડૂતોના ઉભો મોલ મૂરઝાઈને સુકાવા લાગ્યા છે. ખેડૂતોએ વાવણી પાછળ કરેલ મોટા ખર્ચ પાણી વાંકે પાણીમાં જાય તેમ છે. ત્યારે આ સ્થિતિને જોતા રાજકોટ સહિત જિલ્લાઓમાં ખેતીવાડી અધિકારીની બેઠક મળશે. ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યાં મુજબ 5 દિવસમાં આ બેઠક મળશે. આ માટે અત્યારથી જ ક્યા વિસ્તાર કે તાલુકામાં વરસાદથી ખેડૂતોની શું સ્થિતિ છે? તે અંગેની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. જોકે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે, જો હવે વરસાદ થશે તો પણ પુરુ ઉત્પાદન મળે તેમ નથી. સૌરાષ્ટ્રના મુખ્ય પાક મગફળી તેમજ કપાસના ઉત્પાદનમાં મોટું ગાબડું પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...