• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Completion Of Vaccination Target In Rajkot New Deed Of Manpa, Those Who Do Not Have A Single Dose Of Vaccine Awarded Second Dose Certificate

ઓન પેપર વેક્સિનેશન:રાજકોટમાં વેક્સિનેશનનો ટાર્ગેટ પૂર્ણ કરવું મનપાનું નવું કારનામુ, જેણે રસીનો એક પણ ડોઝ નથી તેમને બીજો ડોઝનું સર્ટીફિકેટ એનાયત

રાજકોટ9 દિવસ પહેલા
સર્ટીફિકેટમાં રામનાથ પરા રસીકરણ કેન્દ્રનો ઉલ્લેખ છે
  • રસીકરણનો ટાર્ગેટ ઓનપેપર પુરો કરવાની તૈયારી ! કે ટેક્નિકલ ખામી
  • આ પૂર્વે પ્રથમ ડોઝનું 100 ટકા વેકસીનેશન પૂર્ણ થયું હોવાનો પોકળ દાવો કર્યો હતો

રાજકોટ મહાનગરપાલિકા પુરજોશમાં રસીકરણની કામગીરી કરી રહી છે. એટલી પુર જોશમાં કે તમે રસીનો એક પણ ડોઝ ન લીધો હોય તો પણ તમને ડાયરેક્ટ બીજા ડોઝનું સર્ટીફિકેટ પણ આપી દેશે. છેલ્લા 2 દિવસથી રાજકોટ શહેરના કેટલાક નાગરિકોને અચાનક જ એવા મેસેજ આવી રહ્યા છે તેમણે રસીના બંને ડોઝ લઈ લીધા છે અને તેમને રસી લીધાનું સર્ટીફિકેટ પણ આપી દેવામાં આવ્યું છે.

100 ટકા વેકસીનેશન પૂર્ણ થયાનો પોકળ દાવો
આ પહેલા પણ આવું જ કંઈક થયું હતું જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ ડોઝનું 100 ટકા વેકસીનેશન પૂર્ણ થયું હોવાનો દાવો કર્યો હતો અને તેની જોરશોરથી ઉજવણી કરી લીધી હતી. પરંતુ પાછળથી ખબર પડી કે શહેરમાં ઘણા એવા લોકો છે કે તેમણે પહેલો ડોઝ લીધો પણ નથી. આવું જ કંઈ બીજા ડોઝમાં થઈ રહ્યું હોય તેવું લાગે છે.

સર્ટીફિકેટમાં સદર રસીકરણ કેન્દ્રનો ઉલ્લેખ છે
સર્ટીફિકેટમાં સદર રસીકરણ કેન્દ્રનો ઉલ્લેખ છે

બંને ડોઝ લીધાનું સર્ટીફિકેટ આપી દેવામાં આવ્યું
ડિસેમ્બરના અંત સુધીમાં 100 રસીકરણ પુર્ણ કરવાનો ટાર્ગેટ સરકારે આપ્યો છે ત્યારે શક્ય છે કે આરોગ્ય વિભાગ ધીરે ધીરે આ દિશામાં કામ કરી રહી હોય અને જેમણે રસી લીધી નથી તેમને પણ બંને ડોઝ લીધાનું સર્ટીફિકેટ આપી દેવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સ્થાનિક રહેવાસીઓને વેક્સિન લીધાનો મેસજ આવ્યો
રસીના બે ડોઝ ન લેવાયા હોવા છતાં શનિવારે અને સોમવારે સ્થાનિક રહેવાસીઓને એવા મેસેજ મળ્યા કે તેમણે રસીના બંને ડોઝ લઈ લીધા છે અને સર્ટીફિકેટ કોવિન એપ પરથી ડાઉનલોડ કરી શકાય છે. જો કે આ કોઈ ટેકનિકલ એરર કે ખોટો મેસેજ પણ નથી. જ્યારે આ રસી લીધાનું સર્ટીફિકેટ ડાઉનલોડ કરવામાં આવ્યું તો ખરેખર તેમાં લખેલું હતું કે રસીના બંને ડોઝ લઈ લેવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સર્ટીફિકેટમાં સદર રસીકરણ કેન્દ્રનો ઉલ્લેખ
એટલું જ નહીં રસીકરણ સેન્ટરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક સર્ટીફિકેટમાં સદર રસીકરણ કેન્દ્ર અને એકમાં રામનાથ પરા રસીકરણ કેન્દ્રનો ઉલ્લેખ છે. એટલું જ નહીં સર્ટીફિકેટમાં રસી કોણે આપે એ વિગતો પણ નોંધવામાં આવી છે. જો.કે આ મુદ્દે આરોગ્ય વિભાગ માંથી જાણવા મળ્યું હતું કે ટેક્નિકલ કારણ હોય શકે તપાસ કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

રસી લીધાનું સર્ટીફિકેટ કયા આધારે આપ્યું
જો કે આ સર્ટીફિકેટમાં એક વાતનો ઉલ્લેખ સ્પષ્ટ જોવા મળે છે કે બીજો ડોઝ લેવા માટેની અપોઈન્ટમેન્ટની વિગતો નથી. કારણ કે રસીના બીજા ડોઝ લેવા માટે કોઈ નોંધણી થઈ જ નથી અને રસીનો બીજો ડોઝ લેવામાં પણ નથી આવ્યો. ત્યારે રસી લીધાનું સર્ટીફિકેટ કયા આધારે આપવામાં આવ્યું છે કે વિચારવાનું રહ્યું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

રસીનો બીજો ડોઝ લેવાનો તો બાકી જ છે
બીજો પ્રશ્ન એ પણ થાય કે જે લોકોએ કોઈને કોઈ કારણોસર રસીનો બીજો ડોઝ લીધો નથી અને તેમના નામનું સર્ટીફિકેટ બની ગયું છે ત્યારે હવે ખરેખર તેઓ રસી લેવા જશે ત્યારે તેમને રસીનો બીજો ડોઝ અપાશે કે નહીં ? કારણ કે રેકોર્ડમાં તો તેના નામે રસીના બંને ડોઝ લીધાનું બોલાય છે પણ રસીનો બીજો ડોઝ લેવાનો તો બાકી જ છે.

આ મામલે મહાપાલિકા શું કાર્યવાહી કરશે
હાલ એવી ચર્ચા થઈ રહી છે કે પહેલા ડોઝનું રસીકરણ જે રીતે 100 ટકા થઈ ગયું હતું તે જ રીતે હવે મહાપાલિકા બીજા ડોઝ પણ બધા જ લોકોએ લઈ લીધા છે તેવું ઓનપેપર સાબિત કરવા તૈયારી કરી રહી હોય તેમ લાગે છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે મહાપાલિકા શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું