રાજકોટમાં રૂડાના રીંગરોડ ના ફોર્મમાં ભાવનગર રોડ થી અમદાવાદ રોડને જોડતા રસ્તા અંતર્ગત હાલમાં કાળીપાટ ના પાટીયા થી માલીયાસણ સુધીના રસ્તાનું કામ ચાલી રહ્યું છે તે કામ બે મહિનામાં પૂર્ણ કરવા માટે ચેરમેન અમિત અરોરાએ આજે સાઇટ વિઝીટના અંતે એજન્સીને આદેશ કર્યો હતો, આ રસ્તાની કામગીરી પુર્ણ થયે ગોંડલ રોડ નેશનલ હાઇવેને અમદાવાદ નેશનલ હાઇવેને જોડતો એક બાયપાસ રસ્તો મળી રહેશે અને ગોંડલ ચોકડી પર તથા શહેરમાં થતા ટ્રાફીકની સમસ્યામાં મહદઅંશે ઘટાડો થશે.
બે મહિનાની અંદર કામ પૂર્ણ કરવા આદેશ
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા રિંગરોડ-2 ઉપર ફેઝ-4માં ભાવનગર હાઈવે-કાળીપાટ પાટિયાથી અમદાવાદ હાઈવે-માલિયાસણને જોડતાં રોડ તેમજ આ રસ્તા પર આવતાં બે મોટા બ્રિજનું કામ ચાલી રહ્યું છે. 10.30 કિ.મી.ના આ રસ્તા તેમજ બ્રિજનું કામ બે મહિનાની અંદર પૂર્ણ કરવા આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રૂા.31.31 કરોડનો ખર્ચ થશે
આજે અમિત અરોરા સહિતના અધિકારીઓએ સ્થળ પર જઈને કામનું નિરીક્ષણ કર્યું હતું અને આ કામ સાથે જોડાયેલા અધિકારીઓને જરૂરી સુચનો તેમજ માર્ગદર્શન આપીને તમામ કામને બે મહિનાની અંદર પૂર્ણ કરવા સુચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 10.30 કીમીના આ બે માર્ગીય રસ્તાની કામગીરી રૂા.31.31 કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.