કાર્યવાહી:વેક્સિનના બંને ડોઝ લીધા વગર વેપાર કરતા 10 વેપારી સામે ફરિયાદ નોંધાઇ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 24 કલાકમાં વિવિધ જાહેરનામાનો ભંગ કરવા અંગે115 ગુના નોંધ્યા

શહેરમાં પોલીસ તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા વિવિધ જાહેરનામાનો લોકો બિંદાસ્ત બની ઉલ્લંઘન કરી રહ્યાં છે. ત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી પોલીસ તંત્ર દ્વારા જાહેરનામાનો કડક અમલ શરૂ કરાવી ઉલ્લંઘન કરતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે પોલીસે છેલ્લા 24 કલાકમાં વિવિધ જાહેરનામાનો ભંગ કરવા અંગેના 115 ગુના નોંધ્યા છે. વેપાર-ધંધા કરતા વેપારીઓએ બંને ડોઝ લીધા હોય તો જ તેમના વેપાર-ધંધા કરી શકશે તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાં છેલ્લા ઘણા દિવસથી પોલીસની આ ઝુંબેશમાં અનેક વેપારીઓ વેક્સિન લીધા વગરના મળી આવે છે. ત્યારે પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી વેક્સિન લીધા વગર વેપાર-ધંધાો કરતા 10 વેપારી સામે કાર્યવાહી કરી છે.

રાત્રીના દસથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ અમલમાં મુકવામાં આવ્યો છે. તેમ છતાં 70 જેટલા લોકો કામ વગર કર્ફ્યૂના સમયમાં રાજમાર્ગ પરથી મળી આવતા તેમની સામે ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત કર્ફ્યૂમાં દુકાન ખુલ્લી રાખનાર એક વેપારી, ઓટો રિક્ષામાં નિયત કરતા વધુ મુસાફરને બેસાડનાર 9 રિક્ષાચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

પરપ્રાંતીય યુવાનની હત્યા કરનાર આરોપી જેલહવાલે
ગોંડલ રોડ પર આવેલા રવેચીનગરમાં રહેતો મૂળ ઉત્તરપ્રદેશનો વિરેન્દ્ર રાજભર નામના યુવાનની ત્રણ દિવસ પહેલા લાશ ગોંડલ રોડ પરથી મળી આવી હતી. યુવાનનું મોત મારથી થયાનો રિપોર્ટ આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. રીઢા તસ્કર કિશન વિનુ દેત્રોજાએ હત્યા કરી હોવાની માહિતી મળી હતી.

તપાસ બાદ આરોપી ભાવનગરના શિહોર ગામે હોવાની માહિતીના આધારે આજી ડેમ પોલીસની ટીમ દોડી જઇ આરોપીને પકડી પાડ્યો હતો. વિરેન્દ્ર સાથે રૂ.15 હજારની લેતીદેતી મુદ્દે મનદુ:ખ ચાલતું હોવાથી ગત તા.7ની રાતે વિરેન્દ્ર ઘરમાંથી ચોરી કરવાના ઇરાદે ઘરમાં પ્રવેશ્યો હતો. પરંતુ પોતે જાગી જતા બંને વચ્ચે ઝઘડો થયો. તેને લાકડીથી માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...