તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • NSUI Submits Complaint To Collector Over Attack On AAP Leaders In Rajkot, Scuffle With Police, NSUI Submits Complaint To Manpa

આવેદન:રાજકોટમાં આપના નેતાઓ પર હુમલાને લઇ કલેક્ટરને રજુઆત, પોલીસ સાથે બોલાચાલી, NSUIએ વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની માગ સાથે મનપાને રજુઆત કરી

રાજકોટ3 મહિનો પહેલા
કલેક્ટર કચેરીમાં આપના નેતા અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ.
  • હુમલાની આવી ઘટના અટકાવવા ગુજરાતનાં તમામ જિલ્લામાં કલેક્ટરને આપે આવેદનપત્ર પાઠવ્યું

રાજકોટમાં આપના નેતાઓ પર થયેલા હુમલાને લઇને આપના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. ત્યારે આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી. બીજી તરફ NSUIએ મનપાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને વેક્સિન આપો નહિતર પરીક્ષા કેવી રીતે આપી શકશે.

થોડા દિવસ પહેલા આપના નેતાઓ પર હુમલો થયો હતો
આપે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાળિયા, ઈશુદાન ગઢવી, મહેશ સવાણી અને અન્ય પદાધિકારીઓ ઉપર સોમનાથ અને જૂનાગઢ ખાતે જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને ઈટાળિયાના પરિવાર ઉપર જે રીતે હુમલો થયો તે ખૂબ જ નિંદનીય અને વખોડી નાખવા જેવી ઘટના બની હતી.

આપના નેતાઓને સલામતી પુરી પાડવા માટે માગ કરાઈ
આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં લોકતંત્રની હત્યા કહેવાય. જ્યાં લોકોને પોતાના વિચારોના અભિવ્યક્તિ માટેના અધિકારો છીનવી લેવા માટે કેટલાક ગુંડા તત્વો દ્વારા હુમલાઓ કરવામાં આવે છે. આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પદાધિકારીઓ તેમજ તેમના પરિવાર ઉપર વારંવાર થતા હુમલા રોકવા અને સલામતી પુરી પાડવા માટે અને આવીનિંદનીય ઘટના અટકાવવા હેતુ ગુજરાતનાં તમામ જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

રાજકોટ મનપા કચેરીમાં NSUIએ સુત્રોચ્ચાર સાથે રજુઆત કરી.
રાજકોટ મનપા કચેરીમાં NSUIએ સુત્રોચ્ચાર સાથે રજુઆત કરી.

NSUIએ આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓને વેક્સિન આપવા માગ કરી
બીજી તરફ રાજકોટ NSUIએ મનપાને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓને વેક્સિન આપો તેવી માગ કરી છે. NSUIએ જણાવ્યું હતું કે, અઠવાડિયા-દસ દિવસથી રાજકોટ-સૌરાષ્ટ્રમાં વેક્સિનની અછત હોવાનું માલૂમ પડી રહ્યું છે. લોકો વેક્સિનેશન સેન્ટર પર ધક્કા ખાય રહ્યાં છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 8 જુલાઈથી પરીક્ષાઓ યોજાવાની છે. કોલેજે કોલેજે જઇને વેક્સિનેશન ડ્રાઈવ કરતા હતા તે પણ વેક્સિનની અછતને કારણે બંધ કરી દેવામાં આવી છે. આથઈ આજે અમે મનપા કમિશનરને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અમે રજુઆત કરી છે કે, જે વિદ્યાર્થીઓની પરીક્ષા હોય તેને પ્રાયોરિટી આપવામાં આવે. સ્પેશિયલ વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવે. વડાપ્રધાન અને મુખ્યમંત્રી પહેલા વ્યવસ્થા કરે.

અન્ય સમાચારો પણ છે...